ગાંધીનગર,
એક જ તેલમાં વારંવાર તળેલાં ભજીયાં વેચનારા કે દૂધમાં મિલાવટ કરી હોય કે કોઇપણ ખાદ્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરનારા તત્વો સામે ટેકનોલોજીનું નવું શસ્ત્ર કામ કરવું શરુ કરી રહ્યુ છે. નાયબ સીએમ નિતીન પટેલે મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ વાનનું લોકાર્પણ કરી દીધું છે.રાજ્યમાં ખાદ્યચીજાના નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સના અભિગમ હેઠળ મોબાઈલ ફૂડ ટેસ્ટિંગવાન થકી નમુનાઓનું પરીક્ષણ કરાશે.
ગાંધીનગરમાં કેન્દ્રીય સહાયથી મળેલી મોબાઈલ ફૂડ ટેÂસ્ટંગ વાનનું લોકાર્પણ કરતાં નાયબ સીએમ જણાવ્યું કે નાગરિકોને અશુદ્ધ અને ભેળસેળિયો ખાદ્યપદાર્થ ન લેવો પડે તે માટે આ મોબાઈલ વાન વિવિધ જિલ્લાઓમાં ફરશે. નાગરિકો સામેથી ટેÂસ્ટંગ માટે ખાદ્ય પદાર્થ લઈને આવશે તો તેનું વિનામુલ્યે ટેસ્ટીંગ પણ કરી આપવામાં આવશે.કેન્દ્ર સરકારના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરેટી ઓફ ઈન્ડીયા દ્વારા અગાઉ આવી એક વાન ગુજરાતને ફાળવવામાં આવી હતી. જેમાં અદ્યતન ટેક્નોલોજી ધરાવતા કોમ્પ્યુટરાઈઝડ સાધનો દ્વારા ખાદ્યચીજાની ચકાસણી માટે રાજ્ય સરકાર દ્વારા કરાયેલ શ્રેષ્ઠ કામગીરીને પરિણામે કેન્દ્રીય આરોગ્યપ્રધાન જે.પી.નડ્ડા દ્વારા ગુજરાતને આ બીજી મોબાઈલ વાન વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી છે. આ વાન રાજ્યભરમાં પરિભ્રમણ કરશે અને જનજાગૃતિ કેળવાશે. આ વાનનો તમામ આનુષાંગિક ખર્ચ પણ કેન્દ્ર સરકાર દ્વારા પૂરો પાડવામાં આવશે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


