વાશિંગ્ટન,તા.૮
અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને ૧૯૮૫થી ૧૯૯૪ વચ્ચે કેસિનો અને રિયલ એસ્ટેટના બિઝનેસમાં ૧.૧૭ અબજ ડોલર (૮૦૭૩ કરોડ રૂપિયા)નું નુકસાન થયું હતું. નુકસાનના કારણે ટ્રમ્પને આ ૧૦ વર્ષમાં ૮ વખત કોઇ ટેક્સ ભરવાની જરૂર પડી નહતી. અમેરિકન ન્યૂઝપેપર ન્યૂયોર્ક ટાઇમ્સે ટ્રમ્પના ટેક્સ રિટર્ન્સ સાથે જાડાયેલા સત્તાવાર દસ્તાવેજોના આધારે એવો દાવો કર્યો છે. આ દસ્તાવેજ સાર્વજનિક નથી કર્યા. આ રિપોર્ટ એટલા માટે મહત્વનો છે કારણ કે, ૨૦૧૬માં પ્રેસિડન્ટ ઇલેક્શનના પ્રચારમાં ટ્રમ્પે પોતાને કુશળ બિઝનેસમેન અને સોદેબાજીમાં માહેર ગણાવ્યા હતા.
એનવાયટી રિપોર્ટ અનુસાર, ૧૯૯૦માં ટ્રમ્પને બિઝનેસમાં ૨૫ કરોડ ડોલરનું નુકસાન થયું છે. ૧૯૯૧માં પણ આટલું જ નુકસાન થયું. જે ઉચ્ચ આવક ધરાવતા કોઇ અન્ય અમેરિકન ઈન્ડિવિડ્યૂઅલના નુકસાનની સરખામણીમાં બેગણી વધારે હતી. એવું નથી કે, ટ્રમ્પને કિયારેય કોઇ ફાયદો જ નથી. ટ્રમ્પે ૧૯૮૫માં મેનહટ્ટનની મોરિટ્સ હોટલને ૭.૩૭ કરોડ ડોલરમાં ખરીદી હતી. ૧૯૮૯માં તેને ૧૮ કરોડ ડોલરમાં વેચી. પરંતુ ટ્રમ્પનું નુકસાન એટલું વધારે હતું કે, આ વર્ષે પણ તેઓને ટેક્સ ચૂકવવો પડ્યો નહતો. ટ્રમ્પના ટેક્સ સંબંધિત આકંડાઓની મદદથી ડેમોક્રેટ્સ એ તપાસ કરવા ઇચ્છે છે કે કિયાય કોઇ ગરબડ તો નથી, કારણ કે ટ્રમ્પ બિઝનેસ ક્ષેત્રમાં પણ સક્રિય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




