સિંગતેલના ભાવમાં ભડકો,સરકારની ઊંઘ ઊડી
ગાંધીનગર,તા.૯
સિંગતેલના ભાવોમાં દરરોજ ભાવ વધારો થઈ રહ્યો છે તહેવારો ટાણે તેલના ડબાએ રોજ રૂ. ૧૦નો ભાવ વધારો નોંધતાં માત્ર દસ જ દિવસમાં તેલના ડબાનો ભાવ વધીને ૧૬૦૦એ પહોંચ્યો છે નાફેડ દ્વારા ખેડૂતો પાસે ટેકાના ભાવે મગફરી ખરીદવામાં આવે છે.
આ મગફળી નાફેડ સમયાઅંતરે બજારમાં વેચાણ કરે છે. પરંતુ હાલના સંજાગોમાં અત્યાર સુધી ભાવ પક્કડના કારણે સીધું ચાલતું મગફળીનું બજાર ભડકા છાપ તેજીમાં ફેરવાશે. જેના કારણે લોકોએ મજબૂરીથી સિંગતેલ મોંઘા ભાવે ખાવું પડશે, નાફેડે તેના મગફળીના વેચાણ ભાવમાં રૂ.૧૦૦થી ૧ર૦ સુધીનો વધારો ર૦ કિલોએ કરી દીધો છે.
આ અંગે અન્ન અને પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે અધિકારીઓને સૂચના આપી છે કે તેલનો પુરવઠો સંગ્રહ કરીને કાળાં બજાર કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવે. કોઈ વેપારીને ત્યાં જરૂરથી વધુ જથ્થો એકઠો કરવા દેવાશે નહીં. તહેવારો દરમિયાન ગરીબોને વાજબીભાવે તેલ આપવામાં આવશે
સિંગતેલના ડબાનો ભાવ જે ૩૦ જૂને ૧૫ કિલો પ્રમાણે ૧૪૩૦ હતો અને ૧૫ લિટરનો ભાવ રૂ. ૧૩૨૦ હતો એ જ તેલનો ભાવ ૩૧ જુલાઈએ ૧૫ કિલો ડબાનો ૧૫૭૦ થી૧૫૮૦ થયો અને ૧૫ લિટરનો ભાવ ૧૪૫૦ થી ૧૪૭૦ થયો. જેમાં રૂ ૧૨૦નો વધારો માત્ર એક મહિનામાં થયો.જે હવે રૂ ૧૬૦૦એ પહોંચ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



