આખરે ભારતની વાયુસેનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આદેશ મળતા પુલવાનો બદલો લઈ ને પાકિસ્તાનની એવી હાલત કરી નાખી કે પાકિસ્તાન અને ઇમરાન ખાન બંનેની હાલત ધોબીના કૂતરા જેવી કરી નાખી કે… ના ઘર કે ના ઘાટકે….! ભારતના હુમલાથી ગભરાઇને બની શકે કે આ કુતરો હવે પાગલ થઇ જશે અને ભારતના વિરુદ્ધમાં કોઈ હરકત કરી શકે છે ભારતના લોકો પુલવામાં હુમલાનો બદલો લેવાનુ ઇચ્છતા હતા કે પાકિસ્તાન અને આતંકવાદીઓને તેમની નાની મામી બધું જ યાદ આવી જાય અને બન્યું પણ એવું જ ભારતે પાકિસ્તાનને તેના ઘરમાં ઘુસી જઈને ખંખેર્યુ એકીસાથે ૩૦૦ મસૂદ માર્યા ગયા મસૂદ એટલા માટે આ આતંકનુ બીજું નામ હવે મસૂદ અઝહર છે જેણે પાકિસ્તાનના કહેવાથી પુલવામાં હુમલો કરીને ભારતના ૪૦ થી વધુ જવાનો ને શહીદ કરી પોતાની કબર ખોદવાનું કામ કર્યું છે તેમના ૩૦૦ આતંકી માર્યા ગયા પછી હવે તેનો વારો છે તે ચાહે ગમે તેટલો છુપાવાના પ્રયત્નો કરે ભારત તેને છોડવાનુ નથી અહીંયા વડાપ્રધાનના એ શબ્દો દોહરાવવા યોગ્ય છે કે અમે કોઈને છેડતા નથી અને જે અમને છંછેડે તેને અમે પરિણામ સુધી છોડતા નથી…..!
ભારતે જે કર્યું તેના માટે ભારતીય વાયુ સેનાના એ ૧૨ લડાકુ વિમાનના પાયલોટોને સલામ. તેમણે જડબાતોડ જવાબ આપ્યો હવે ભારત અને ભારત ના લોકોને વધુ સતર્ક રહેવું પડશે પાકિસ્તાન ભારત ઉપર સીધો હુમલો કરવાની હિંમત નહીં કરે પરંતુ ભારતમાં ભારતના કેટલાક ગદ્દારો થી ભારતને નુકસાન પહોંચાડવાનું કામ કરી શકે છે આવા ગદ્દાર કોઈ પણ મહોરુ પહેરીને આપણી વચ્ચે રહેતા હોય છે જે ભારતનુજ ખાઈને ભારતથી જ ગદ્દારી કરે છે આ એવા લોકો છે કે જા લાહોર માં વરસાદ પડે તો અહીંયા પોતે આકરા તાપમાં છત્રી ખોલી નાખે છે આવા લોકોનો કોઈ ધર્મ નથી હોતો દરેક ધર્મના લોકો માં આવા ગદ્દારો મળશે જે કોઈને કોઈ લાલચમાં આવીને ભારત સાથે ગદ્દારી કરી પાકિસ્તાનને મદદ કરતા રહે છે પાકિસ્તાન હવે આવા ગદ્દારો થી કામ કરાવશે એટલા માટે તમામ લોકોએ સતર્ક અને સાવચેત રહેવું પડશે કોઈ એવી હરકતની ખબર પડે તો તુરંત પોલીસને જાણકારી આપે ભારતના હુમલા પછી પાકિસ્તાન કોઈપણ હદ સુધી જઈ શકે છે.
કેન્દ્ર સરકારની સાથે તમામ રાજ્ય સરકારો પણ સતર્ક છે સાવચેત છે ખાસ કરીને પાકિસ્તાનની સીમા થી જાડાયેલા કે સીમા નજીકના રાજ્યોમાં વધુ ચોકસાઈ રાખવાની જરૂર છે પોલીસ પ્રશાસન તંત્ર અને મોટા શહેરોથી લઈને નાના ગામડાઓ અને કસબાઓ સુધી નાગરિકોએ હોશિયાર અને ખબરદાર રહેવું પડશે ભારતનો આ જીતનો ઉત્સવ શોકમા પરિવર્તન કરવાની દરેક પ્રકારની કોશિશ પાકિસ્તાન અને તેની સાથે મળેલા ગદ્દારો દ્વારા થઈ શકે છે.. કંઈ પણ બની શકે છે.. બની શકે કે ચૂંટણીઓમાં પણ અડચણો ઊભી કરવાના પ્રયત્નો પણ કરે…જે કોઈ મોટી ઘટનાને અંજામ આપીને થઈ શકે છે, પોતાની શેરી.. પોતાનો મહોલ્લો.. પોતાના શહેરોમાં એરપોર્ટ, બસ મથક, રેલવે સ્ટેશન કે જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થાય તે તમામ જગ્યા પર વધુ સાવધાની રાખવી પડશે બાજ નજર હશે તો દુર્ઘટના ટળે ની જેમ આપણે ચારો તરફ બાજ નજર રાખવી પડશે ભારતના ગદ્દારો… ખબરદાર અગર આવી કોઈ હરકત કરશો તો અત્યારે ૩૦૦ મસૂદોના જે હાલ થયા એવા હાલ તમારા થશે કેમકે ” યે નયા ભારત હૈ…જા દુશ્મનોકો ઘરમે ઘુસ કર મારતા હૈ….!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


