પાર્કિંગની વ્યવસ્થા માટે વધુ ૪૮ સ્થળો ઓળખી કઢાયા

0
12

અમદાવાદ, તા.૯
શહેરમાં પા‹કગની નવી વ્યવસ્થા અને સગવડ ઉપલબ્ધ બનાવવા હાઇકોર્ટના નિર્દેશ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા અપાયેલી બાંહેધરી મુજબ આખરે અમ્યુકો સત્તાધીશોએ કામગીરી આરંભી છે અને શહેરમાં નાગરિકો ખાસ કરીને વાહનચાલકોની સુવિધા અને પા‹કગ વ્યવસ્થા માટે વધુ ૪૮ સ્થળો આઇડેન્ટીફાય કરવામાં આવ્યા છે. અમ્યુકો તંત્ર દ્વારા શહેરના લગભગ તમામ ઝોનમાં નાગરિકોને સરળતાથી પા‹કગ વ્યવસ્થા ઉપલબ્ધ થાય તે પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ મામલે ટૂંક સમયમાં જ નવી પા‹કગ વ્યવસ્થા ઉપલબ્ધ બનાવી દેવાય તે દિશામાં તંત્રએ ચક્રો ગતિમાન કર્યા છે. અગાઉ શહેરના રપ જેટલા જુદા જુદા પ્લોટમાં પે એન્ડ ર્પાકિંગની જાહેરાત બાદ અમ્યુકો તંત્ર દ્વારા હવે વધુ ૪૮ પ્લોટોમાં પે એન્ડ પાર્ક શરૂ કરવાની દિશામાં કવાયત હાથ ધરાઇ છે. જેના કારણે તમામ ઝોનમાં સ્થાનિક સ્તરેથી વાહન ર્પાકિંગના પ્લોટ મળી રહેશે. આનાથી નાગરિકોની વાહન પા‹કગની સમસ્યા પણ અમુક અંશે આગામી દિવસોમાં હળવી થશે. શહેરમાં હવે કુલ ૭૩ પે એન્ડ પાર્કની સુવિધા અમદાવાદીઓને મળશે. અગાઉ તંત્ર દ્વારા નાગરિકોએ નજીકના સ્થળે પોતાના વાહન પાર્ક કરવાની સગવડ મળે તે માટે રપ પ્લોટ શોધી કાઢી તેમાં એક સમાન દરે પા‹કગ ચાર્જ વસૂલવાની કવાયત આરંભાઇ છે. ટૂંક સમયમાં નાગરિકોને આ તમામ પ્લોટમાં પે એન્ડ પાર્કનું સુવ્યવસ્થિત આયોજન ધરાવતી સુવિધા મળતી થશે. બીજી તરફ તાજેતરમાં હાઇકોર્ટ સમક્ષ સત્તાવાળાઓએ પ્રહલાદનગર, સિંધુ ભવન સહિતના પાંચ સ્થળે નવા મલ્ટીસ્ટોરિડ પા‹કગ કોમ્પ્લેકસ બનાવવાનું આયોજન રજૂ કરવાની સાથે સાથે ૪૮ નવા પે એન્ડ પાર્કની વ્યવસ્થા પણ ઊભી કરવાનું આયોજન પ્રસ્તુત કર્યું હતું. જાણકાર સૂત્રોના મતે, આ તમામ નવા બનનાર પે એન્ડ પાર્કમાં હાલ પૂરતી નાગરિકોને ફ્રી પા‹કગ કરી શકશે. તંત્રના ચોપડે બે હજાર જેટલાં સખીમંડળ નોંધાયેલા હોઇ ધોરણે સખીમંડળને સોંપાશે અને ત્યારબાદ પે એન્ડ પાર્કના સંચાલન માટેનાં ટેન્ડર બહાર પાડી તેમાં પણ પા‹કગના એકસમાન દર અમલમાં મુકાશે. મ્યુનિસિપલ સત્તાધીશોના ૪૮ નવાં પે એન્ડ પાર્કનાં આયોજનમાં કુલ ૧,૩૬,૭૭પ ચો.મીટરની જગ્યામાં કુલ ર૦૯૮૪ ટુ વ્હીલર અને ૩ર૭૧ ફોર વ્હીલર મળીને કુલ ર૪રપપ વાહનનો સમાવેશ કરી શકાશે. તંત્રનાં ૪૮ નવા પે એન્ડ પાર્ક માટે સિવિક સેન્ટર, બગીચા, નેબરહૂડ સેન્ટર, ઇડબ્લ્યુએસ જેવા અન્ય હેતુના પ્લોટને પણ હેતુફેર કરાવીને પા‹કગ માટે ઉપયોગમાં લેવાઇ રહ્યા છે. સરસપુર ખાતે તો બંધ મિલની કપાતમાં મળેલી ૩૮૪૧ ચો.મી.ની જગ્યામાં ૪૮૦ ટુ વ્હીલર અને ૬૭ ફોર વ્હીલર મળીને કુલ ૧૪૭ વાહનના પાર્ક કરવાની જોગવાઇ ઊભી કરાઇ છે. આમ, શહેરના લગભગ તમામ ઝોનમાં નાગરિકોને વાહન પાર્ક કરવાની સુવિધા મળી રહે તે દિશામાં તંત્રએ આયોજન હાથ ધર્યું છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY