એક હજાર રૂપિયા ન આપતાં અજાણ્યા શખ્સોએ યુવકની હત્યા કરી નાંખી

0
39

સુરત,તા.૧૧
ડીંડોલી બ્રીજ નીચેથી એક યુવકનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. ૧૫ દિવસ અગાઉ ઉત્તરપ્રદેશથી સુરતમાં ધંધા રોજગાર અર્થે આવેલા યુવકની એક હજાર રૂપિયા માટે અજાણ્યા શખ્સોએ હત્યા કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.
ડીંડોલીની અયોધ્યાનગરી ખાતે રહેતો બિપીન ઉપાધ્યાય (ઉ.વ.આ.૨૭) પખવાડીયા અગાઉ ઉત્તરપ્રદેશથી સુરત આવ્યો હતો. અને ડીંડોલી બ્રીજ નીચે ટામેટા વેચી ગુજરાન ચલાવતો હતો. આ દરમિયાન ગત રાત્રે અજાણ્યા માથાભારે શખ્સોએ તેની પાસે હજાર રૂપિયાની માંગ કરી હતી. જે ન આપતાં તેની હત્યા કરી દેવામાં આવી હતી. ત્રણ વર્ષની દીકરીનો પિતા બિપીન સવારે મુંબઈ જવાનો હતો. પરંતુ આ અગાઉ જ ચાર પાંચ ઘા મારીને અજાણ્યા હુમલાખોરોએ તેની હત્યા કરી હતી. પરિવાર તે મુંબઈ જવાનો હોવાથી મળવાં આવ્યું હતું. પરંતુ તે અગાઉ જ તેનો મૃતદેહ બ્રીજ નીચેથી મળતાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃતજાહેર કર્યો હતો. હાલ ડીંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.જો કે, રોજે રોજ સામે આવી રહેલા હત્યાના બનાવોને લઈને પોલીસની કામગીરી પર સવાલો ઉભા થઈ રહ્યાં છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત અખબાર 
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.

🎂
—

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY