વાગરાના ગંધાર ખાતે આવેલ ONGC ના જી.જી.એસ. 3 ના પ્લાન્ટમાંથી અજાણ્યા યુવકની લાશ મળતા ચકચાર મચી જવા પામી છે.યુવકની આંખ ફોડી નાંખેલ હોવા સાથે મૃતકના પંજા કપાયેલા હોવાનું માલુમ પડતા યુવકની હત્યા થઈ હોવાના અનેક તર્ક વિતર્કોથી રહ્યા છે.

વાગરાના ગંધાર ગામ સ્થિત ONGC ના GGS-3 પલાન્ટમાં ટેન્ક નંબર -૨ પાસે અજાણ્યા યુવકની લાશ પડી હોવા અંગે ફરજ પરના સિક્યુરિટી જવાન દ્વારા વાગરા પોલીસને જાણ કરતા પોલીસે જી.જી. એસ-૩ યુનિટ ખાતે પહોંચી હતી. તપાસ કરતા મૃતક યુવકના બન્ને પગના પંજા તેમજ એક આંખ ફોડી નાખી લાશને વિકૃત બનાવવામાં આવી હોવાની વિગતો ખુલવા પામી હતી. મૃતક યુવકના કાપી નાખવામાં આવેલા પંજા હજી સુધી મળી ન આવ્યા હોવાની માહિતી સાંપડી છે. બનાવ વાગરા પોલીસે લાશનો કબ્જો મેળવી પી.એમ.અર્થે વાગરા રેફરલ હોસ્પિટલ રવાના કરવામાં આવી હતી.વાગરા પોલીસ દ્વારા મૃતકના વાલી વારસોની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પેનલ ડોકટરો ની ટિમ દ્વારા મૃતકનું પી.એમ. કરવામાં આવનાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,મરનાર કોણ છે અને ઓએનજીસી ટાઈટ સિક્યુરિટી હોવા છતાં પણ લાશ અંદર કેમની આવી હશે તે પણ વિચારવા જેવુ છે.
ધનંજય ઝવેરી:-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






