ભરૂચ શહેરની જયોતિનગર-૨ સોસાયટીના બંગલા નંબર એ-10માંથી બે ત્રણ દિવસથી દુર્ગધ આવી રહી હતી. જેના પગલે સોસાયટીના સ્થાનિકએ પોલીસને જાણ કરી હતી.બનાવ અંગે સી.ડિવિઝન પોલીસને જાણ કરાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન મકાનમાં રહીશોને ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

જ્યોતિનગર-૨ માં રહેતા જગદીશ મહેન્દ્ર ચાવડા કે જે ફિલ્ડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે.તેમજ એકલવાયુ જીવન જીવતા હતાં. સ્થાનિકોને ઘરમાંથી દુર્ગંધ આવતાં સ્થાનિકોને તે અંગેની જાણ સી ડિવિઝન પોલીસને કરતા પોલીસે દરવાજો ખોલીને અંદર જોતા જગદીશ ચાવડાનું બે દિવસ પહેલા તેઓનું હાર્ટ એટેકના કારણે પલંગ પર તેમનું મોત નિપજયું હોવાનું પ્રાથમિક તબક્કે જણાઈ રહ્યું હતું.

પોલીસે બનાવ સંદર્ભે મૃતદેહનો કબ્જો મેળવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ધનંજય ઝવેરી:-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




