ભરૂચ તાલુકાના રાહડપોર ગામમાં શાળા કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું.

0
333

ભરૂચ તાલુકાના રહાડપોર ગામમાં આવેલી ધી રંગુનવાલા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ધી રોયલ સ્કૂલમાં શાળા કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું હતું. વર્તમાન સમયમાં ભારત દેશ જ્યારે દરેક ક્ષેત્રમાં વિકાસની હરણફાળ ભરી રહ્યો છે ત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારત વિશ્વના અન્ય દેશો સાથે ખભે ખભા મિલાવી ઉભુ રહે તે માટે ભારતના ભાવિ સમાન વિદ્યાર્થીઓ વિજ્ઞાનના વિષયમાં રસ કેળવે તે જરૂરી થઈ ગયું છે. આવા ઉમદા હેતુ સાથે શાળામાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આયોજિત વિજ્ઞાન મેળામાં પ્રાથમિક અને માધ્યમિક વિભાગના છાત્રો દ્વારા પચાસ જેટલી કૃતિઓ તૈયાર કરવામાં આવી હતી. કાર્યક્રમના પ્રારંભે અતિથિ વિશેષ રંગુનવાલા ટ્રસ્ટના ચેરપર્સન હાજી ઐયુબ રંગુનવાલા તેમજ પરમ લોક વિજ્ઞાન કેન્દ્રના કો ઓર્ડિનેટર કેશા પ્રજાપતિ દ્વારા રિબિન કાપી વિજ્ઞાન પ્રદર્શનને ખુલ્લું મુકાયું હતું. આયોજિત વિજ્ઞાન પ્રદર્શનમાં કૃતિઓ તૈયાર કરવામાં સારાના વિજ્ઞાનના શિક્ષિકાઓ અમીના ભાઈજી તેમજ રેહાના ટેલરે છાત્રોને સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના અાચાર્ય તેમજ શિક્ષકગણે સારી એવી જહેમત ઉઠાવી હતી.

ધનંજય ઝવેરી:-9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY