ઓસ્ટ્રેલિયન યુવા બેટ્‌સમેન વિલ પુકોવ્સ્કીએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

0
9

ન્યુ દિલ્હી,તા.૨૬
ક્રિકેટમાં લોકો પોતાની લાઈફ સેટ કરવા માટે અને દેશનું નામ રોશન કરવા માટે જતા હોય છે. તો પછી માત્ર ૨૦ વર્ષની ઉમરમાં જ જા કોઈ ખેલાડી સંન્યાસ લે તો એ થોડી અજીબ વાત લાગે. ઓસ્ટ્રેલિયાના યુવાન બેટ્‌સમેન વિલ પુકોવ્સ્કીએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તાજેતરમાં સ્થાનિક ટૂર્નામેન્ટ શેફિલ્ડ શીલ્ડના પહેલા જ રાઉન્ડમાં વિક્ટોરીયા ટીમ સામેર બે શતક મારીને ચર્ચામાં આવ્યો હતો. માનસિક સ્વાસ્થ્ય સંબંધિત બીમારીની સારવાર માટે આવો નિર્ણય લેવાનું નક્કી કર્યું છે.
૨૦ વર્ષીય પુકોવસ્કીએ ન્યૂ સાઉથ વેલ્સ સામે રમતાં પહેલા જ તેનું નામ પાછું ખેંચી લીધું. પુકોવ્સ્કીને રાજ્યે પણ સમર્થન આપ્યું છે કે યુવાન બેટ્‌સમેન લાંબા સમય સૂધી ક્રિકેટથી દૂર રહી શકે છે. ક્રિકેટ વિક્ટોરિયાના ડાક્ટર ટ્રેફર જેમ્સે જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય એ પ્રાથમિકતા છે અને આ સમયે ક્રિકેટ આૅસ્ટ્રેલિયાનો સમગ્ર તબીબી સ્ટાફ તેમની સાથે છે. તબીબી સ્ટાફ ક્રિકેટને હમેંશા સમર્થન આપતા રહેશે.
ક્રિકેટ વિક્ટોરીયાના જનરલ મેનેજર શૌન ગ્રાફે કહ્યું હતું કે, “એક મહાન યુવાન ખેલાડીને તે સમયે તે કરવું જરૂરી છે કે જે તેના માટે શ્રેષ્ઠ છે.” અમે અમારા મેડિકલ સ્ટાફ સાથે વિલને ટેકો આપવા સતત કામ કરીશું. તેઓ તેમના માટે શ્રેષ્ઠ તાલીમ અને તૈયારી માટે યોજના બનાવશે. ઉલ્લેખનીય છે કે પુકોવસ્કીએ વેસ્ટ ઈન્ડિઝ સામે વાકા ગ્રાઉન્ડમાં ૨૪૩ રન ફટકાર્યા હતાં.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY