દુબઇ,તા.૨૭
દુબઇના ઐતિહાસિક મેદાન પર આવતીકાલે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એશિયા કપ ક્રિકેટની ફાઇનલ મેચ રમાનાર છે. આ મેચ ફાઇટ ટુ ફિનિશ સમાન બની રહેશે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ વર્તમાન એશિયા કપમાં ધરખમ દેખાવ કરીને ફાઇનલમાં પહોંચી છે. ભારતીય ટીમ વધુ એક વખત એશિયા કપ જીતવા માટે સંપૂર્ણ પણે તૈયાર છે.બંને ટીમોની એશિયા કપ ૨૦૧૮માં ફાઇનલ સુધીની કુચ નીચે મુજબ છે
ભારતની ફાઇનલ સુધીની કુચ
¨ ૧૮મી સપ્ટેમ્બરના દિવસે હોંગકોંગ પર ૨૬ રને જીત મેળવી
¨ ૧૯મી સપ્ટેમ્બરના દિવસે પાકિસ્તાન પર આઠ વિકેટે જીત થઇ
¨ ૨૧મી સપ્ટેમ્બરના દિવસે બાંગ્લાદેશ પર સાત વિકેટે જીત મેળવી
¨ ૨૩મી સપ્ટેમ્બરના દિવસે પાકિસ્તાન પર નવ વકેટે જીત મેળવી
¨ ૨૫મી સપ્ટેમ્બરના દિવસે અફઘાનિસ્તાન સામેની મેચ ટાઇ રહી
બાંગ્લાદેશની ફાઇનલ સુધી કુચ
¨ ૧૫મી સપ્ટેમ્બરના દિવસે શ્રીલંકા પર બાંગ્લાદેશની ૧૩૭ રને જીત
¨ ૨૦મી સપ્ટેમ્બરના દિવસે અફઘાનની સામે ૧૩૬ રને હાર
¨ ૨૧મી સપ્ટેમ્બરના દિવસે ભારત સામે સાત વિકેટે હાર
¨ ૨૩મી સપ્ટેમ્બરના દિવસે અફઘાનિસ્તાન સામે ત્રણ રને જીત થઇ
¨ ૨૬મી સપ્ટેમ્બરના દિવસે પાકિસ્તાન સામે ૩૭ રને જીત મેળવી
સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


