અગ્નિસ્નાન કરનાર પુત્રવધુની આત્મહત્યાના કેસમાં સાસુને 5 વર્ષની કેદ

0
31

બાળ આરોપી પતિનો કેસ જુવેનાઇલ કોર્ટમાં પેન્ડિંગ છે ,જયારે સસરા ને શંકાનો લાભ આપી છોડી મુકાયો.

રાજપીપળા:નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ઉમરાણ ગામે એક પરિણીતાએ સાસરિયાઓના ત્રાસથી કંટાળી અગ્નિસ્નાન કરી આત્મહત્યા કરી હતી.આ ગુનામાં એની સાસુને રાજપીપળા સેસન્સ કોર્ટે 5 વર્ષની સાદી કેદ અને 3500 રૂપિયા દંડની સજા કરતો હુકમ આપ્યો છે.જ્યારે એના સસરાને શંકાનો લાભ આપી છોડી મુકાયા છે અને બાળ આરોપી પતિનો કેસ જુવેનાઇલ કોર્ટમાં ચાલી રહ્યો છે.

આ કેસની માહિતી મુજબ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ઉમરાણ ગામની કુસુમ દેવજી વસાવાને પોતાની પ્રેમ જાળમાં ફસાવી જે તે સમયે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ટાવલ ગામના સગીર વયના એક યુવકે પ્રેમલગ્ન કર્યા હતા.બાદ કુસુમ સાથે એનો પતિ ખોટો વહેમ રાખી મારઝૂડ કરતો હતો જ્યારે તું મારા દીકરા કરતા મોટી ઉંમરની છે ું અમને જોઈતી નથી એમ જણાવી એની સાસુ વનિતા વસાવા કુસુમને ત્રાસ આપતી હતી.તો બીજી બાજુ એના સસરા શાંતિલાલ રૂપસિંગ વસાવાએ કુસુમને ઘરની બહાર કાઢી મૂકી હતી.અંતે પતિ,સાસુ અને સસરાએ માનસિક ત્રાસ આપી કુસુમને એના પિયરમાં પિતાના ઘરે મૂકી આવ્યા હતા. જેથી પોતાના સાસરિયાઓ માનસિક શારીરિક ત્રાસથી કંટાળી કુસુમ ગત 4/5/2013 ના રોજ સવારે 9:30 કલાકે પોતાના પિતાને ત્યાં જ શરીર ઉપર કેરીસીન છાંટી સળગી ગઈ હતી.બાદ કુસુમનું 21/5/2013ના રોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.આ મામલે ડેડીયાપાડા પોલીસ મથકમાં સાસુ-સસરા વિરુદ્ધ કેસ દાખલ થયો હતો.જ્યારે સગીર વયના પતિનો કેસ જુવેનાઈલ કોર્ટમાં દાખલ થયો હતો.આ કેસની સઘન તપાસ જે તે સમયના ડેડીયાપાડા પોલીસ મથકના પીએસઆઇ એચ.આઈ.ભાટીએ કરી આરોપીઓના વિરુદ્ધ પુરાવાઓ એકત્રિત કર્યા હતા.

આ કેસ રાજપીપળા સેસન્સ કોર્ટમાં ચાલી જતા જજ જે.પી.ગઢવીએ મહિલા સરકારી વકીલ કૈલાશ માછીની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી સાસુ વનિતા વસાવાને 5 વર્ષની કેદ અને 3500 રૂપિયા દંડની સજા ફટકારી હતી જ્યારે સસરા શાંતિલાલ વસાવાને શંકાનો લાભ આપી છોડી મુક્યા હતા.તો બીજી બાજુ બાળ આરોપી પતિનો કેસ જુવેનાઇલ કોર્ટમાં ચાલી રહ્યો છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY