મુંબઈ,તા.૯
સુપરહિટ ફિલ્મ ‘સ્ત્રી’માં રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર સિવાય પંકજ ત્રિપાઠી પણ જાવા મળ્યા હતા. આ ફિલ્મ સક્સેસફુલ થઈ એ પછીથી જ એની સીક્વલના ન્યૂઝ આવવા લાગ્યા હતા. હવે કહેવામાં આવી રહ્યું છે કે, સીક્વલ ફિલ્મની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એક રિપોર્ટ અનુસાર ‘સ્ત્રી ૨’ માટે જૂની સ્ટારકાસ્ટની સાથે આવતા વર્ષ સુધીમાં શૂટિંગ શરૂ થશે. સોર્સીસ અનુસાર અત્યારે એની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. ‘સ્ત્રી ૨’ પ્રત્યે ખૂબ જ અપેક્ષાઓ હોવાથી જ એના માટે એના મેકર્સ ઉતાવળ કરવા માગતા નથી.
એક રિપોર્ટ અનુસાર પ્રોડ્યૂસર દિનેશ વિજાને તાજેતરમાં જણાવ્યું હતું કે, ‘પહેલાં પાર્ટના ક્લાઇમેક્સના આધારે જ સીક્વલ ફિલ્મ તૈયાર કરાશે. ‘સ્ત્રી’નો ક્લાઇમેક્સ ઓડિયન્સને કન્ફ્યુઝિંગ લાગતો હતો. એવામાં લોકોના મનમાં અનેક સવાલ છે.’ બીજા પાર્ટ સંપૂર્ણપણે શ્રદ્ધા કપૂર પર આધારિત હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



