ભારતીય ટીમ તમામ જગ્યાએ છવાઇ છે ભારત-બાંગ્લા હેડ ટુ હેડ

0
7

દુબઇ,તા.૨૭
દુબઇના ઐતિહાસિક મેદાન પર આવતીકાલે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એશિયા કપ ક્રિકેટની ફાઇનલ મેચ રમાનાર છે. આ મેચ ફાઇટ ટુ ફિનિશ સમાન બની રહેશે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ વર્તમાન એશિયા કપમાં ધરખમ દેખાવ કરીને ફાઇનલમાં પહોંચી છે. ભારતીય ટીમ વધુ એક વખત એશિયા કપ જીતવા માટે સંપૂર્ણ પણે તૈયાર છે. ભારતીય ટીમમાં અફઘાનિસ્તાન સામેની મેચમાં પાંચ ફેરફાર કરવામાં આવ્યા હતા. જા કે આવતીકાલે રમાનારી મેચમાં તમામ સ્ટાર ખેલાડીઓ પરત ફરશે. જેમાં રોહિત શર્મા, શિખર ધવન, ભુવનેશ્વર કુમાર, જશપ્રીત બુમરાહનો સમાવેશ થાય છે. ભારતીય ટીમના હાલના ફોર્મને જાતા ટીમ ઇન્ડિયા હોટફેવરીટ ટીમ તરીકે છે. ભારત વર્તમાન ચેમ્પિયન તરીકે પણ છે. રોહિત શર્મા અને શિખર ધવન જારદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે ૨૫મી સપ્ટેમ્બરના દિવસે ભારતે વર્તમાન એશિયા કપની તેની છેલ્લી મેચ રમી હતી.
મેચ સમરી
કુલ મેચો ૩૫
ભારત દ્વારા જીતેલી મેચો ૨૫
બાંગ્લાદેશ દ્વારા જીતેલી મેચો ૦૫
ટાઈ પડેલી મેચ ૦૧
પરિણામ વગર રહેલી મેચ ૦૧
ભારતમાં રમાયેલી મેચો ૦૩
ભારતમાં ભારતે જીતેલી મેચો ૦૩
બાગ્લાદેશમાં રમાયેલી મેચો ૨૩
બાંગ્લાદેશમાં ભારતે જીતેલી મેચો ૧૭
બાગ્લાદેશમાં બાંગ્લાદેશે જીતેલી મેચો ૦૪
ટાઈ અને પરિણામ વગરની મેચ ૨
તટસ્થ સ્થળ પર રમાયેલી મેચો ૦૮
તટસ્થ સ્થળ પર ભારત દ્વારા જીતેલી મેચો ૦૬
તટસ્થ સ્થળ પર બાગ્લાદેશ દ્વારા જીતેલી મેચો ૦૧

સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY