પાક બિનઅસરકારક

0
76

પાકિસ્તાનમાં ત્રાસવાદીઓ કોઇ પણ ભય વગર રહે છે. તેમની સામે કોઇ પણ પ્રકારની તવાઇ નથી. કેટલાક ટોપ ત્રાસવાદીઓને તો સુરક્ષા પણ આપવામાં આવી છે. કુખ્યાત ત્રાસવાદીઓ જાહેર કાર્યક્રમમાં પણ નજરે પડી શકે છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન બિલકુલ બિન અસરકારક દેશ તરીકે છે તે બાબત ફરી સાબિત થઇ છે. ત્રાસવાદીઓની મોટી હુમલામાં સંડોવણીના તમામ પુરાવા હોવા છતાં પાકિસ્તાન દ્વારા સતત અવગણના કરવામાં આવી રહી છે. ત્રાસવાદને લઇને પાકિસ્તાનને ધમકી આપતા આપતા અમેરિકા પોતે થાકી ગયુ છે પરંતુ પાકિસ્તાન પર તેની કોઈ પણ અસર દેખાતી નથી. અમેરિકાએ પાકિસ્તાન પર દબાણ લાવવા માટે તમામ પ્રયોગ અને પોતાની પાસેના તમામ વિકલ્પનો ઉપયોગ કરી લીધો છે પરંતુ તેના પર કોઇ અસર દેખાતી નથી. અમેરિકાએ જંગી સહાય રોકવાની પણ વાત કરી છે પરંતુ તેની અસર પણ દેખાઇ નથી. ભારતના જુદા જુદા ભાગો અને વિશ્વના અન્ય કેટલાક દેશોમાં કરવામાં આવેલા હુમલામાં કોઇને કોઇ રીતે પાકિસ્તાનના કનેક્શન ચોક્કસપણે નિકળે છે.પાકિસ્તાનમાં હાફિઝ સઇદ સહિતના ખતરનાક ત્રાસવાદીઓ જાહેરમાં ફરી રહ્યા છે પરંતુ પાકિસ્તાન કોઇ પગલા લેવાની હિમ્મત કરી શકતુ નથી. ભારતમાં ઉરી ત્રાસવાદી હુમલા, અમરનાથ શ્રદ્ધાળુઓ પર હુમલા, સેનાના કેમ્પ પર વારંવાર હુમલા, પઠાણકોટ, સીઆરપીએફના કાફલામાં ભીષણ ત્રાસવાદી હુમલામાં પાકિસ્તાન Âસ્થત સંગઠનની સંડોવણી ખુલ્યા બાદ અમેરિકાએ અનેક વખત પાકિસ્તાનને કઠોર કાર્યવાહી કરવા સુચના આપી છે પરંતુ તેના પર હજુ કોઇ અસર દેખાઇ રહી નથી. વિશ્વનુ દબાણ પર કામ કરી રહ્યુ નથી. નવેસરના અમેરિકી રિપોર્ટમાં આ જ બાબત સપાટી પર આવે છે જેમાં જાણી શકાય છે કે આતંકવાદની સામે પાકિસ્તાન દેખાવા પૂરતી લડાઈ લડી રહ્યુ છે. એટલે કે એવા જ આતંકવાદી સંગઠનોની સામે કાર્યવાહી કરી રહ્યુ છે જે તેના માટે ખતરા સમાન બની ગયા છે. લશ્કરે તોયબા જેવા સંગઠનોની સામે કાર્યવાહી તો દૂરની રહી પરંતુ તે તેમને મદદ પણ કરી રહ્યુ છે. રિપોર્ટમાં આ વાતની પણ કબૂલાત કરવામાં આવી છે કે ભારત લાંબા સમયથી આતંકવાદનો શિકાર રહ્યુ છે. સૌથી મોટી ચિંતા આ વાતની છે કે પાકિસ્તાન અને તેના જેવા અનેક દેશો આતંકવાદની સામે લડાઈનું નાટક કરીને સાથે સાથે મદદ પણ કરી રહ્યા છે. આતંકવાદીઓની મદદ કરવામાં પણ આ દેશો પાછળ રહ્યા નથી. પાકિસ્તાનની સામે થનાર ત્રાસવાદ તો દેખાય છે પરંતુ બીજા દેશોમાં હુમલા કરનાર ત્રાસવાદી સંગઠનો દેખાતા નથી. પાકિસ્તાન અને તેના જેવા બીજા દેશોને સમજવું જાઈએ કે બે દૃષ્ટિકોણથી નિહાળીને ત્રાસવાદને ખતમ કરવાની બાબત અશક્ય છે. ઇતિહાસ સાક્ષી છે કે પાકિસ્તાને ભારતની સામે જે આંતકવાદી સંગઠનોને જન્મ આપવામાં ભૂમિકા ભજવી છે તે પૈકી કેટલાક સંગઠન પાકિસ્તાનના પણ દુશ્મન બની ગયા છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY