અમરનાથ, ચાર ધામના શ્રદ્ધાળુ વધ્યા

0
111

વાર્ષિક અમરનાથ યાત્રા અને ચારધામની યાત્રા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે ખાસ ધ્યાન આપી રહ્યા છે. જેના પરિણામસ્વરૂપે શ્રદ્ધાળુઓની સંખ્યામાં રેકોર્ડ વધારો થઇ રહ્યો છે. મોદીએ વધુ ધ્યાન આપ્યા બાદ શ્રદ્ધાળુઓ પણ ભારે ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. તેમની સુરક્ષાની પુરતી કાળજી લેવામાં આવી રહી છે. મોદીએ પૂર્ણ ધ્યાન આપ્યા બાદ આ વર્ષે આ યાત્રાઓ પર જતા શ્રદ્ધાળુઓની સંખ્યા વર્તમાન સરકારની અવધિ દરમિયાન સૌથી વધારે રહેવાની શક્યતા છે. ૨૮મી જુનના દિવસથી વાર્ષિક અમરનાથ યાત્રા જારદાર રીતે શરૂ થઇ રહી છે. બે મહિના સુધી અમરનાથ યાત્રા ચાલનાર છે. અમરનાથ યાત્રા માટે નોંધણીની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. નોંધણીનો આંકડો હજુ સુધી બે લાખ કરતા વધારે થઇ ગયો છે. કેટલાક કારણો પણ રહેલા છે. જાણકાર લોકો કહે છે કે ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) લાગુ કરવામાં આવ્યા બાદ હેલિકોપ્ટરનુ ભાડુ સસ્તુ થઇ ગયુ છે. રાજ્યમાં હેલિકોપ્ટર સર્વિસ પર લાગનાર ટેક્સ હવે ૧૨ ટકાથી ઘટીને પાંચ ટકા થઇ જતા શ્રદ્ધાળુઓને મોટી રાહત થઇ શકે છે. ટેક્સ ઘટી જવાના કારણે હેલિકોપ્ટરનુ ભાડુ ઘટીને હવે ૧૬૦૦ રૂપિયા થઇ ગયુ છે. અમરનાથ ગુફા પહોંચવા માટે આશરે ૪૦૦૦૦ લોકોએ હેલિકોપ્ટરની ટિકિટ ખરીદી લીધી છે. યાત્રાના પહેલા ત્રણ સપ્તાહ માટે હેલિકોપ્ટરના તમામ ટિકિટ વેચાઇ ચુક્ી છે. એપ્રિલથી ઓક્ટોબર સુધી ચાલનાર ચાર ધામની યાત્રા માટે શ્રદ્ધાળુઓની સંખ્યા બે મહિનામાં ૨૦ લાખના આંકડા સુધી પહોંચી જતા નવા રેકોર્ડ સર્જાઇ શકે છે. વર્ષ ૨૦૧૭માં શ્રદ્ધાળુઓની જે સંખ્યા નોંધાઇ હતી તેની તુલનામાં વધારે આંકડો થઇ શકે છે. જ્યારે આશરે ૨૨ લાખ શ્રદ્ધાળુઓએ ઉત્તરાખંડની ચાર તીર્થસ્થળોની યાત્રા કરી હતી. ચાર ધામમાંથી એક કેદારનાથમાં કપાટ અથવા તો પ્રવેશદ્વારા ૨૯મી એપ્રિલના દિવસે ખુલી ગયા હતા. ત્યારથી લઇને હજુ સુધી ૬.૧૫ લાખથી વધારે શ્રદ્ધાળુઓ મંદિરમાં આવી ચુક્યા છે. ગયા વર્ષે પૂર્ણ સિઝન દરમિયાન આશરે ૪.૧૭ લાખ શ્રદ્ધાળુઓ કેદારનાથ પહોંચી ગયા હતા. જાણકાર લોકોનુ કહેવુ છે કે વડાપ્રધાન આ વખતે વધારે ધ્યાન આપી રહ્યા છે. તમામ સંબંધિત પાસેથી તેઓ સતત માહિતી પણ મેળવી રહ્યા છે. શ્રદ્ધાળુઓમાં વધારે ઉત્સાહ કઇ રીતે રહે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સુરક્ષા પાસા પર પહેલા કરતા વધારે ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. કેદારનાથમાં ગયા વર્ષે જે સંખ્યા ૪.૧૭ લાખ નોંધાઇ હતી તે વધીને આ વખતે બે ગણી થઇ શકે છે. મોદી મંદિરના પુનનિર્માણમાં વ્યÂક્તગત રીતે રસ દર્શાવ્યો છે. ચાર ધામની યાત્રા દરમિયાન દર વર્ષે મોનસુનની સિઝનમાં શ્રદ્ધાળુઓની સંખ્યા સામાન્ય રીતે ઘટી જાય છે. આ જ કારણોસર આવનાર સપ્તાહમાં શ્રદ્ધાળુઓની સંખ્યાને વધારી દેવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ચાર ધામની યાત્રા શરૂ થાય તે પહેલા હાલમાં જ એક પ્રગતિ સમીક્ષા બેઠક મોદીએ યોજી હતી. જેમાં ચાર ધામ કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમનોત્રી તેમજ તેની આસપાસના વિસ્તારોમાં રહેલા માળખા અથવા તો ઇન્ફ્રાસ્ટકચર ની ડ્રોન મારફતે પાડવામાં આવેલા ફોટોની સમીક્ષા કરવામાં આવી હતી. વિડિયો ફોટોમાં ધ્યાન આપવામાં આવ્યુ હતુ. અમરનાથ અને કેદારનાથ જતા શ્રદ્ધાળુઓની સંખ્યા સૌથી વધારે વર્ષ ૨૦૧૧માં નોંધાઇ હતી. એ વખતે મનમોહનસિંહની સરકાર હતી. એ વર્ષ દરમિયાન આશરે ૬.૩ લાખ શ્રદ્ધાળઓ અમરનાથના દર્શન માટે પહોંચ્યા હતા. જ્યારે ૫.૭ લાખ શ્રદ્ધાળુઓ કેદરાનાથમાં પહોંચ્યા હતા. કેદરાનાથ પહોંચતા શ્રદ્ધાળુઓની સંખ્યાનો રેકોર્ડ તો પહેલાથી જ તુટી ગયો છે. અમરનાથમાં દર્શન કરનાર શ્રદ્ધાળુઓની સંખ્યા ૨૦૧૪માં ૩.૭ લાખ નોંધાઇ હતી. વર્ષ ૨૦૧૬માં કુખ્યાત ત્રાસવાદી બુરહાન વાનીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા બાદ વ્યાપક હિંસા થઇ હતી. જે એ વર્ષે સંખ્યા ઘટીને ૨.૨ લાખ નોંધાઇ હતી. ગયા વર્ષે જમ્મુ કાશ્મીરમાં નેશનલ હાઇવે પર યાત્રીઓની એક બસને ટાર્ગેટ બનાવીને હુમલો કરવામાં આવ્યો હોવાં છતાં સંખ્યા વધીને ૨.૬ લાખ રહી હતી. આ વર્ષે સંખ્યા નવી ઉચી સપાટી પર પહોંચે તે માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
સુરક્ષા પાસા પર વધારે ધ્યાન આપવામાં આવે તો સંખ્યા હજુ પણ નોંધપાત્ર રીતે વધી શકે છે. કારણ કે કેટલાક શ્રદ્ધાળુઓ તો સુરક્ષા પાસાને લઇને ચિંતાતુર રહે છે અને ઇચ્છા હોવા છતાં અમરનાથની યાત્રાએ જતા નથી. વિતેલા વર્ષોમાં અમરનાથમાં કેટલાક મોટા હુમલા થઇ ચુક્યા છે. જેની ચિંતા હમેંશા શ્રદ્ધાળુઓને રહે છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY