પાકિસ્તાન માખીઓથી ત્રસ્ત, વિધાનસભામાં દુઆ કરાવવામાં આવી

0
18

ઇસ્લામાબાદ,તા.૨૮
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં લોકો હાલ માખીઓના આતંકથી ખૂબ જ ત્રસ્ત છે. સમસ્યા એટલી હદ સુધી પહોંચી ગઇ છે કે આ મુદ્દાને વિધાનસભા ઉઠાવવો પડયો હતો. આ ઉપરાંત માખીઓના આતંકથી બચવા માટે સ્પેશ્યિલ દુઆ પણ કરાવવામાં આવી હતી. પાકિસ્તાનના એક સમાચાર પત્રમાં આ અંગે જાણકારી આપવામાં આવી હતી.
પાકિસ્તાનના ધારાસભ્ય નુસરત સહર અબ્બાસીએ જણાવ્યું હતું કે, જેવી રીતે સરકાર તરફથી જણવવામાં આવ્યું કે વરસાદ પડે છો તો પાણી પણ આવે છે તેવી જ રીતે એ પણ કહેવાની જરૂર હતી કે, વરસાદ પડે છે તો માખીઓ પણ આવે છે. કરાંચીથી કાશ્મીર સુધી દરેક જગ્યાએ માખીઓએ હેરાન પરેશાન કરી દીધા છે. આના માટે વિધાનસભા અધ્યક્ષ દુઆ કરાવે.
અન્ય ધારાસભ્ય ખુર્રમ શેર જમાને જણાવ્યું હતું કે, ઇદ-ઉલ-અઝહામાં પ્રાણીઓની કુર્બાની અને વરસાદ પછી કરાંચીની સ્થિતિ વધારે ખરાબ થઇ ગઇ છે. રોગચાળામાં વધારો થયો છે. સરકારે જણાવ્યું હતું કે તેમણે પ્રાંતમાં ફોગિંગ શરૂ કરાવ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY