ઇસ્લામાબાદ,તા.૨
પાકિસ્તાનમાં ૩૧મી ઑક્ટોબરના રોજ એક ટ્રેનમાં આગ લાગવાના કારણે ૭૬ લોકોના મોત થતા ચકચાર મચી ગઇ હતી અને કેટલાંય લોકો ઘાયલ થયા. ટ્રેનમાં એક પેસેન્જર દ્વારા લાવામાં આવેલા ગેસ સિલિન્ડરમાં થયેલા વિસ્ફોટના લીધે આગ લાગી.
તેજગામ નામની આ ટ્રેન કરાચીથી રાવલપિંડી જઇ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો. આ અકસ્માત બાદ રેલવે મંત્રી શેખ રાશિદ અહમદે એવું નિવેદન આપ્યું કે બરાબરના ટ્રોલ થયા છે.
તેમણે મીડિયા સાથે વાતચીતમાં આગ લાગવાનું કારણ નાસ્તાને ગણાવ્યું. તેમણે કહ્યું નાસ્તો ફાટતા લોકો મરી ગયા. નાસ્તો ફાટવાથી ચુલ્હો ફાટયો. તેમણે કહ્યું ‘જ્યારે નાસ્તામાં આગ લાગી તો ત્યારબાદ નાસ્તો ફાટી ગયો ત્યારબાદ બે સિલિન્ડર અને ચુલ્હા ફાટી ગયા તેનાથી આગ ફેલાઇ.’
પરમાણુ હુમલાની ધમકી આપનાર પાક મંત્રીના આ નિવેદન પર સોશિયલ મીડિયામાં યુઝર્સ જોરદાર મજા લઇ રહ્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




