પાકિસ્તાન મંત્રીની અજીબોગરીબ સલાહ : તીડોની બિરયાની બનાવી ખાઓ

0
7

ઇસ્લામાબાદ,તા.૧૩
પાકિસ્તાનમાં તીડોના કહેરથી લોકો ત્રસ્ત છે, ત્યારે ત્યાંના એક મંત્રીએ લોકોને તીડોની બિરયાની બનાવી ખાઇ જવાની સલાહ આપી રહ્યા છે. પાકિસ્તાનના એક મંત્રીઓ આ સલાહ આપતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
કરાચીના નિવાસીઓ તીડોની વધતી સંખ્યાથી ખૂબ જ પરેશાન છે. પરંતુ સિંઘના કૃષિમંત્રી ઇસ્માઇલ રાહૂ એક વીડિયો ક્લીપમાં આ સમસ્યાનો અનોખો ઉકેલ દેખાડી રહ્યા છે. કરાચીના નાગરિકોને સલાહ આપતાં કૃષિમંત્રી ઇસ્માઇલે કહ્યું કે, કરાચી લોકો તીડોની ડિશ બનાવવી જોઇએ. તેમણે કહ્યું કે તીડોની બિરયાની બનાવી ખાવી જોઇએ. તેમણે મજાકરૂપે કહ્યું કે તીડો આટલા દૂરથી આવ્યા છે, તેથી અહીંના લોકોએ તેને ખાઇ જવા જોઇએ.
ઇસ્માઇલ રાહૂએ કહ્યું કે આ તીડોથી કરાચીના મલીરમાં પાકને કોઇ નુકસાન થયું નથી. જો કે મંત્રીએ લોકોને આશ્વાસન આપ્યું હતું કે આ વિસ્તારમાં તીડોને મારવા માટેની દવાનો છંટકાવ કરાશે. મંત્રીએ કહ્યું કે લોકોએ ગભરાવવું ન જોઇએ કેમકે તીડોથી તેમને કોઇ નુકસાન નથી.
તીડોના ઝૂંડને કારણે સિંઘ અને નોર્ધર્નની વચ્ચે રમાયેલી મેચ પણ રોકવી પડી હતી. ખેલાડીઓએ તીડોથી બચવા માટે પોતાની આંખ અને કાન ઢાંકવા પડયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY