પાટણ,તા.૭
પાટણ જિલ્લા મા પાણી ઘાસચારો અને નર્મદા કેનાલ તેમજ ખેડૂતો ના પ્રશ્નો આજે પણ યથાવત છે અને આ મુદ્દે વહીવટી તંત્ર કાગળ પર ના દાવાઓ સબ સલામત ની ગુલબાંગ પોકારે છે અને સરકાર વહીવટી તંત્ર ના ભરોસે વિકાસ ગાથા માંડે છે ત્યારે જમીની હકીકત તદ્દન વિપરીત છે આજે સમી સંખેશવર તાલુકા ના ગામડા ના આગેવાનો ખેડૂતો એ પૂર્વ સાંસદ અને ૨૦૧૯ લોકસભા બેઠક લડી રહેલ કોંગ્રેસ ના જગદીશભાઈ ઠાકોર એ આજે ૪ તાલુકા ની મુલાકાત લઈ લોકો ના પ્રશ્નો સાંભળયા હતા.
જગદીશભાઈ ઠાકોર એ કહેલ કે આ વિસ્તાર ના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર છેલ્લા ૨૫ વર્ષ થી આ વિસ્તાર નું પ્રતિનિધિત્વ કરે છે છતાં કોઈજ સમશ્યા ઉકેલી સકાઈ નથી સમી પંથક ના ગામડાઓ મા પીવાના પાણી ની વિકટ સમશ્યા છે અને ગ્રામ જનો વીરડો ગાળી પાણી પીવે છે તે શરમજનક કહેવાય.
ભલે વહીવટી તંત્ર આયોજનો કરે પરંતુ જમીની હકીકત મા આજે પણ વહીવટી તંત્ર પ્રજા લક્ષી કામગીરી કરવા ઉણું ઉતર્યું છે. આ વિસ્તાર મા સમી ના સીંગોતરિયા મા તો નાની વીર બળાઓ પીવાના પાણી નું ઝોખમ કેવું લે છે તે વહીવટી તંત્ર અને રાજકારણીઓ અને સમાજ માટે વિકાસ ના દાવા ઓ નો છેદ ઉડાડે છે.
સમી ના રવદ ગામ ની વ્યથા એવી છે કે અહીં માલધારીઓ માટે પશુ અને તેમના પરિવારો માટે જીવન જીવવું દોહલું બન્યું છે આ ગામ તેમજ આજુ બાજુ ના વિસ્તારો મા પશુ ઓ માટે ઘાસ ઊગ્યું નહિ હોવાથી તેમજ સરકાર દવારા ઘાસ વિતરણ નહિ કરાતા અત્રે ના પરિવારો જ્યા ઘાસ ચારો અને પાણી મળે તે માટે પરિવારો ભારે હૃદયે સ્થળઆંતર કરી રહયા છે
પાટણ વહીવટી તંત્ર ની વાત કરીએ તો કલેકટર તેમજ અધિકારીઓ એ છેલ્લા ૨ દિવસ થી પાટણ જિલ્લા ના સાંતલપુર રાધનપુર સમી જેવા વિસ્તારો મા મિટિંગો નો દોર શરૂ કર્યો છે નોડલ અધિકારીઓ નીમ્યા છે પરંતુ ખાટલે મોટી ખોડ કહી એ તો રાજ્ય સરકાર પાસે નથી ઘાસ કે નથી પાણી ત્યારે આવી કવાયત નો અર્થ શું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



