પાટણના કુલપતિનો માશાઅલ્લાહ લોજીક સાથે દારૂ પ્રત્યેનો પ્રેમ છલકાયો

0
239

પાટણ,તા.૨
પાટણના વીસી ડોક્ટર અનિલ નાયકના માશાઅલ્લાહ લોજીક સાથે દારૂ પ્રત્યેનો પ્રેમ પણ છલકાયો છે. એક કાર્યક્રમાં હાજરી આપતા તેઓ જણાવી રહ્યા છે કે, ભગવાન આપણને બિમારી માગવાનું કહે તો અલજાયરમ બિમરી ન માગવી. કેમ કે, અલજાયમરથી દારૂની બોટલ ક્યાં મુકી તે ભૂલી જવાય. એક માણસને ભગવાને માગવાનું કહ્યુ તો તેણે એક સ્ત્રી અને પીણુ માગ્યુ. તો ભગવાને તેને મધર ટેરેસા અને બિસ્લેરીની બોટલ આપી.
એટલે ભગવાન પાસે બુદ્ધી નહીં પણ નસીબ માગવુ જોઈએ. તેમણે વધુમાં જણાવ્યુ કે, જે સૌથી વધારે હોશિયાર હોય તે ડોક્ટર બને. જે એનાથી ઓછો હોશિયાર હોય તે આઈપીએસ બની. જે સાવ ઠોઠ હોય તે સાધુ બને. એ આ બધાને કંટ્રોલ કરે. પોતાના ભાષણમાં દારૂનો ઉલ્લેખ કરતા કુલપતિએ ભાષણને પણ દારૂની શાયરી સાથે પૂર્ણ કર્યુ. મહત્વપૂર્ણ છે કે, આ પહેલા પણ તેમણે સોશિયલ મીડિયા પર દારૂની એક કવિતા વાયરલ કરી હતી.
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના કુલપતી ડો અનિલ નાયકે ૩૧ ડિસેમ્બરે દારૂનું મહત્વ સમજાવતી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર અપલોડ કરી છે. જેમા તેમણે દારૂને તેમની જીદીગી સાથે સંબોધીને એટલું મહત્વ આપી દીધું કે જેના કારણે હવે તે વિવાદોમાં ઘેરાઈ ગયા છે. ઉલ્લેખનિય છે કે અનિલ નાયક એક યુનિવર્સીટીના કુલપતી છે અને કુલપતી જ્યારે આવી પોસ્ટ સોશિયલ મીડિયા પર મુકે ત્યારે તે પોસ્ટની અસર સમાજ અને વિદ્યાર્થીઓ પર પડી શકે છે. કુલપતિની આ પોસ્ટ બાદ તેમની માનસીકતા તો બહાર આવી જ છે ત્યારે સરકાર તરફથી હવે શું પગલા લેવામાં આવશે તે જોવુ રહ્યું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY