ભારત ભવનથી કેવડિયા ગામ તરફ માપણી કરતા અધિકારીઓને ગામલોકોએ કેમ ભગાડ્યા…જાણો  

0
49

આધિકારીઓ માપણી કરતા હતા ત્યારે મહિલાઓ દોડી આવી અને સેની માપણી કરો છો એમ કહી આક્રોશ વ્યક્ત કરતા કામગીરી અટકાવી અધિકારીઓ જતું રેહવું પડ્યું 

રાજપીપળા : કેવડિયા સહીતના ગામોમાં આદિવાસીઓનો એક સુર બની ગયો છે અને હવે બેખોફ ગ્રામજનો અધિકારીઓને કોઈપણ કામ કરવા દેતા નથી અને હવે જમીનનો એક પણ ટુકડો આપવા માંગતા નથી જેથી જયારે પણ કોઈ કામગીરી નવી થાય જેમાં ગ્રામજનો વિરોધ ચોક્કસ નોંધાવે છે.

મળતી માિતી મુજબ નર્મદા બંધ અને સ્ટેચ્યુ પર પ્રવાસીઓ હાલ મુલાકાતીઓ તરીકે આવે છે કેમકે જ્યા રહેવાની જોઈએ એવી સુવિધા નથી ત્યારે સરકાર દ્વારા વિવિધ દેશોના ભવનો અને બીજી હોટેલો બનાવવા સ્થાનિક કેવડિયા ગામ સહિત આજુબાજુના ગામો હટાવવા પડે એમ હોય સ્થાનિક આદિવાસીઓમાં હવે બચેલી જમીનો પણ સરકાર લઇ લેશે તેવો ડર હંમેશા સતાવતો આવ્યો છે અને હવે એટલા ડરી ગયા છે કે વાતે વાતે આંદોલન કરે છે.

ત્યારે આજે વાત એમ બેની કે સ્થાનિક આધિકારીઓ જમીન માપણી કરતા હતા ભારત ભવનથી આજુ બાજુની જમીનો માપતા હતા. ત્યારે કેવડિયા ગામની મહિલાઓ સાથે ગામલોકો દોડી આવ્યા અને આધિકારીઓની શેની માપણી કરો છો એ પૂછપરછ કરી જણાવ્યું કે આ જમીનો તમારા બાપની નથી તેમ કહી ધક્કે ચડાવ્યા અને આધિકરીએ એમને સમજાવ્યા છતાં કોઈ કામગીરી નથી કરવાની તેમ ગ્રામજનોએ કહી ઉગ્ર સ્વરૂપે બોલતા અધિકારીઓ કામગીરી છોડી ભાગવું પડ્યું હતું .

અત્રે ઉલ્લેખનીય છે કે વારંવાર થતા વિવાદો વચ્ચે સરકાર કેમ કરીને વિકાસના કામો કરશે અને સરકાર સ્થાનિકોને હટાવી બહારના લોકોને સેટ કરવા કરતા સ્થાનિક લોકોને રોજગારી મળે તેમને સુવિધા ઉભી કરવામાં સરકાર મદદ કરે એમ ન થતા લોકોમાં રોષ ફેલાયો છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY