પેશાવર,તા.૪
પાકિસ્તાનના પેશાવરમાં બોટ પલટી જતા છ લોકો મોતને ભેટયા હતા જ્યારે હજુ પણ સંખ્યાબંધ લોકો લાપતા છે. ઉત્તરપશ્ચિમ પાકિસ્તાનના દૂરના વિસ્તારમાં આ દુર્ઘટના સર્જાઈ હતી અને પ્રાપ્ત વિગતો મુજબ ૫૦ થી વધુ લોકો બોટમાં સવાર હતા. ગુરુવારે અધિકારીઓએ જણાવ્યું હતું કે લાપતા લોકોની બચવાની શક્યતા ઓછી છે.
ખૈબર પખ્તુંખ્વા પ્રાંતમાં સિંધુ નદીના માર્ગે શાંગલાથી હરિપુર તરફ કેટલાક લોકો બોટમાં સવાર થઈને જઈ રહ્યા હતા. બોટ રસ્તામાં જ પલટી જતા ચાર બાળકો સહિત છ લોકોના મોત નિપજ્યા હતા. બચાવકર્તાઓની ટુકડીને રાહત કામગીરી માટે તાત્કાલિક રવાના કરવામાં આવી હતી. જો કે આ વિસ્તાર પથરાળ હોવાથી બચાવ કામગીરીમાં વિલંબ થયો હતો.
હરીપુરના સહાયક કમિશ્નર અરબ ગુલે મીડિયામાં જણાવ્યું હતું કે, એક બાળક અને બે મહિલા સહિતના છ મૃતદેહો અત્યાર સુધી બહાર કાઢવામાં આવ્યા છે જ્યારે ૧૪ લોકો સલામત રીતે તરીને બહાર નિકળી ગયા હત
પાકિસ્તાન આર્મીના સ્પેશિયલ સર્વિસ ગ્રુપ (એસએસજી)ની ટીમો પણ આ સ્થળે રવાના કરાઈ છે. પેશાવર, મર્દન અને આસપાસના વિસ્તારોમાંથી તરવૈયાઓની પણ મદદ લેવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે પરંતુ ગુમ થયેલા લોકોની બચવાની શક્યતા ઓછી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


