ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ આકરા પાણીએ,૩૭ કરોડની લક્ઝરી કારો પર ફરી વળ્યું બુલડોઝર

0
35

મનીલા,તા.૪
ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતર્તે પોતાના અટપટા નિવેદનો માટે મોટાભાગે ચર્ચામાં બની રહે છે. પરંતુ આ વખતે તેમણે એક અજબનો નિર્દેશ આપ્યો છે તેને લઇને તેમની દુનિયાભરમાં ચર્ચા થઇ રહી છે. રાષ્ટ્રપતિ દુતર્તે નિર્દેશ પર ફિલિપાઇન્સના કાગયાન પ્રાંતમાં ૭૬ લકઝરી ગાડીઓ અને બાઇકો પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું. આ વાહનોની કિંમત ૫૫ લાખ ડોલર એટલે કે ૩૭.૭૦ કરોડ રૃપિયા હતી.
હેરાન કરનારી વાત એ છે કે જ્યારે આ વાહનોને નષ્ટ કરાઇ રહ્યાં હતા તો ખુદ રાષ્ટ્રપતિ દુતર્તે પણ એ જગ્યાએ હાજર હતા. રાષ્ટ્રપતિના આ નિર્દેશને ભ્રષ્ટાચાર અને ગુનાહિત ગતિવિધિઓની વિરૃદ્ધ સખ્ત નીતિ તરીકે જોઇ રહ્યાં છે.
આ વાહનોમાં પોર્શે, લેમ્બોર્ગિની, મર્સિડીજ-બેન્ઝ, હાર્લે ડેવિડસન જેવી મોંઘી કંપનીઓના વાહન સામેલ હતા. તેણે દેશમાં તસ્કરી દ્વારા લાવવામાં આવી હતી અને અધિકારીઓ દ્વારા જપ્ત કરાઇ હતી. આ એ ૮૦૦ વાહનોનો હિસ્સો હતો જેણે ફિલિપાઇન્સમાં ગેર કાયદે રીતે લાવવામાં આવી હતી.
૨૦૧૬ની સાલમાં રાષ્ટ્રપતિ બન્યા બાદથી દુતર્તે ભ્રષ્ટાચારની વિરૃદ્ધ અવાજ બુલંદ કરતા આવ્યા છે. જો કે આ પહેલી વખત નથી જ્યારે ફિલિપાઇન્સમાં જાહેરમાં વાહનો પર બુલડોઝર ચલાવામાં આવ્યું હોય. આ વર્ષે ફેબ્રુઆરીમાં પણ દુતર્તેના આદેશની અંતર્ગત ૩૦ લકઝરી વાહનોને નષ્ટ કરી દેવાયા હતા.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY