
યૂપીમાં જ એકલા ૧૭૫ લોકોના મોત
ન્યુ દિલ્હી,તા.૪
દેશભરમાં વરસાદ અને પૂરને કારણે અત્યાર સુધીમાં અંદાજે ૬૫૦ લોકોના મોત નીપજ્યા છે. એકલા ઉત્તરપ્રદેશમાં પહેલી જુલાઈથી અત્યાર સુધીમાં ૧૭૫ લોકોના મોત નીપજ્યા છે. યુપીના પાટનગર લખનૌ સહીતના મોટાભાગના જિલ્લાઓમાં આગામી ૪૮ કલાક દરમિયાન વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. યુપી સિવાય ઉત્તરાખંડના દહેરાદૂનમાં આગામી ૭૨ કલાકમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
ઉત્તર પ્રદેશમાં વરસાદે ગત પાંચ વર્ષોનો રેકોર્ડ તોડયો છે. અહીં તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. પૂર્વાંચલમાં પણ વરસાદની શક્યતા છે. યુપીના હવામાન વિભાગના નિદેશક જે. પી. ગુપ્તાનું કહેવું છે કે આગામી બેથી ત્રણ દિવસોમાં ઘણાં જિલ્લાઓમાં ભારે વરસાદ થવાનું અનુમાન છે. વરસાદને કારણે રેલવે અને વાહનવ્યવહાર અસરગ્રસ્ત છે. ઘણાં દિવસથી વરસી રહેલા વરસાદને કારણે પૂર્વાંચલના ઘણાં જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિ પેદા થઈ ચુકી છે.
ઘણાં સ્થાનો પર પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયા છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આગામી ૨૪થી ૪૮ કલાક દરમિયાન બિહારના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો મધ્યપ્રદેશમાં પણ આગામી ૨૪ કલાકમાં ઘણાં વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. મોનસૂના આખરી બે માસમાં સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે કહ્યુ છે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં દેશભરમાં ૯૫ ટકા વરસાદ થવાની શક્યતા છે. જો કે આમા વરસાદ આઠ ટકા જેટલો વત્તો-ઓછો રહેવાની શક્તાય છે. પૂર્વોત્તર ભારત, અલ્હાબાદ, ગોરખપુર, પટના, ગયા, રાંચીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં વરસાદના આસાર નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




