લેટરલ એન્ટ્રી પહેલા પણ થઇ

0
267

સામાન્ય રીતે જાવામાં આવે તો લેટરલ એન્ટ્રી વ્યવહારિરીતે ભારતમાં નવી નથી. નિષ્ણાંતોની નિમણીંક લગભગ તમામ વડાપ્રધાન અને સરકારના ગાળા દરમિયાન વર્ષોથી થતી રહી છે. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના ગાળા દરમિયાન કેટલાક મુખ્ય દાખલાની વાત કરવામાં આવે તો એમએ સ્વામીનાથન, વર્ગીજ કુરિયન, વિજય કેલકર, મોન્ટેક સિંહ આહલુવાલિયા, સામ પિત્રોડા, નંદન નીલકાનીના નામ સપાટી પર આવી જાય છે. વર્તમાન સરકારમાં પણ પરમ અય્યર, રાજેશ કોટેચા, આદિલ જૈનુભાઇ, કમલ કિશોર અને અરવિન્દ ગુપ્તાનો સમાવેશ થાય છે. અધિકારીઓની પસંદગીની પ્રક્રિયા ખુબ શાનદાર રહી છે. અધિકારીઓની પસંદગી માટેની પારંપરિક પ્રણાલી કરતા આ પ્રણાલી વધારે કઠોર રહી છે. સાથે સાથે અસરકારક પણ બની છે. આમાં સંસ્થાગત જ્ઞાન, બહુસ્તરીય સ્ક્રિનિંગ પ્રક્રિયા તેમજ નેતૃત્વ ક્ષમતાના તમામ પાસા પર પરીક્ષણ કરવામાં આવ્યુ છે. છત્તીસ ગઢમાં ગયા વર્ષે મુખ્યપ્રધાન સુશાસન ફેલોશિપ કાર્યક્રમ હેટળ પરિયોજના વહીવટીતંત્ર અને મેનજમેન્ટ તેમજ આઇટી કૌશલ્યમાં કુશળતા ધરાવતા ૪૫ યુવાનોની સીધી પસંદગી સરકાર દ્વારા કરવામાં આવી હતી. તેમની સાથે કરાર કરવામાં આવ્યા હતા. જાવામાં આવે તો લેટરલ એન્ટ્રીથી થનાર પંસંદગીથી વહીવટી અસરકારકતામાં નવા રંગ લાવવાના પ્રયાસ કરવામાં આવે છે. આની વધારે સફળતા એ વખતે રહી શકે છે જ્યારે તેમાં રાજકીય દરમિયાનગીરી રાખવામાં ન આવે. કુશળ લોકોની કામગીરી સરકારક રીતે અને સ્વતંત્ર રીતે ચાલે તો વધારે સારા પરિણામ હાંસલ કરી શકાય છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY