કાશ્મીરમાં આંતકીઓ સામે પોલીસ લાચાર, ૩ એસપીઓએ આપ્યા રાજીનામા

0
16

શ્રીનગર,તા.૧
જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ પોતાની ધાક જમાવવા અપહરણ કરાયેલા ૨ પોલીસ જવાન, ૧ એસપીઓ અને ૧૧ પરિવારજનોને ગઇકાલે રાત્રે મુક્ત કર્યા છે. જેની સામે પોલીસે આતંકીઓના ચાર સંબંધીઓને છોડી મુ્‌ક્્યા છે. આતંકીઓએ તેમનો ભય ફેલાવતા જણાવ્યું હતું કે, બધા જ પોલીસ જવાનો તેમની પોસ્ટ પરથી રાજીનામું આપી દે, જા તેઓ આવું નહી કરે તો અમે દયા નહી કરીએ. આતંકીઓની ધમકી બાદ ત્રાલ વિસ્તારના ત્રણ એસપીઓએ રાજીનામું આપી દીધું હતું. સામાન્ય રીતે કાશ્મીરમાં હિંસા જાવા મળતી હોય છે ત્યારે આતંકીઓ અને પોલીસ વચ્ચે થયેલી બિનસત્તાવાર સમજૂતિનો કિસ્સો પહેલી વાર સામે આવ્યો છે.
જમ્મુ કાશ્મીર પોલીસે આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીનનાં કમાન્ડર રિયાઝ નાઇકુના પિતા અસદુલ્લા નાઇકુને છોડી મુક્્યો છે. પોલીસે તેની ત્રણ દિવસ પહેલા પુલવામા જિલ્લામાંથી ધરપકડ કરી હતી. ત્યારબાદ નાઇકુએ પોલીસ જવાનોના કુટુંબીજનોનું અપહરણ કરી ધમકી આપતા જણાવ્યું હતું કે, પોલીસની કામગીરીથી આતંકવાદીઓ પોલીસ જવાનોના કુટુંબીજનો પર કાર્યવાહી કરવા પર મજબૂર થયા છે. કેમકે પોલીસે એક આતંકવાદીના નિર્દોષ પરિજનની ધરપકડ કરી હતી. સોશ્યિલ મીડિયા પર હિઝબુલના ઓપરેશનલ કમાન્ડર રિયાઝ નાઇકુએ જણાવ્યું કે, પોલીસે અમને આંખના બદલામાં આંખ અને કાનના બદલામા કાનની નીતિનું પાલન કરવા પર મજબૂર કરી દીધા છે.
તેણે વધુમાં જણાવ્યું કે, પોલીસ જવાનોને મારી સલાહ છે કે તેઓ તેમના પદ પરથી રાજીનામું આપી દે નહીં તો આનાથી પણ અત્યંત ગંભીર પરિણામો ભોગવવાની તૈયારી રાખે. માનવામાં આવી રહ્યું છે કે આતંકી તેના પિતાની ધરપકડથી ધૂઆપૂઆં છે, તેણે પોલીસ પર દબાણ લાવવા માટે પોલીસ જવાનોનાં પરિવારજનોનું અપહપણ કર્યું હતું.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY