રાત્રી દરમિયાંન નાઈટ રાઉન્ડ માં ફરતી પોલીસ જ્યારે પ્રજાની મુસીબતમાં મદદ માં આવે છે ત્યારે મુસીબતમાં રહેલા લોકોને પોલીસનો સકારાત્મક ચહેરો સામે આવે ત્યારે લોકોનો પોલીસ પ્રત્યેનો અભિગમ બદલી જાય છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં લીંબડી હાઈ વે ઉપર બનવા પામેલ છે…._
સુરેન્દ્રનગર જિલ્લા *પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા, રાજકોટ લીંબડી બગોદરા હાઈ વે ઉપર ખાસ પ્રકારની નાઈટ પેટ્રોલિંગની ગોઠવણ* કરવામાં આવેલ છે અને આ હાઈ વે ઉપર ફરવામાં આવતી નાઈટ રાઉન્ડ દરમિયાન ગુન્હાઓ બનતા અટકાવવાની સાથે રાત્રી દરમિયાન વાહન ચાલકોને મુશ્કેલીના સમયમાં મદદરૂપ થવા નાઈટ રાઉન્ડના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફને ખાસ સૂચના પણ કરવામાં આવેલ છે…._
ગત રાત્રિ દરમિયાન લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા સ્ટાફના ASI મહેશભાઈ બાર, કમાન્ડો મનિષભાઈ પટેલ, નવઘણભાઈ તથા ડ્રાઇવર હસમુખભાઈ નાઈટ રાઉન્ડની ફરજ પર હતા. નાઈટ રાઉન્ડમાં હાઇવે ઉપર લીંબડી ચાર રસ્તા આવતા, રાજકોટમાં મેટોડા GIDC માં મધુવન ટ્રાન્સપોર્ટ ધરાવતા દેવાયત ભાઇ ઉર્ફે રતુભાઈ અરજણભાઇ બોરીચા આહીર (M:- 98791 82301) દ્વારા પોલીસ સ્ટાફને મળીને જાણ કરેલ કે, પોતાની આઇશર ટેમ્પો નંબર GJ-03BV-9539 હોનેસ્ટ હોટેલથી આગળ બિનવારસી પડેલ છે અને ડ્રાઇવર પંકજભાઈ રબારી હાજર નથી તથા તેના બંને મોબાઈલ ફોન પણ બંધ આવે છે. પોતે તથા પોતાના માણસો રાત્રીના 10.00 વાગ્યાથી તપાસ કરીએ છીએ. પણ ડ્રાઈવરનો કોઈ પતો લાગ્યો નથી….._
નાઈટ રાઉન્ડમાં રહેલા પોલીસ દ્વારા આ બાબતને ગંભીરતાથી લઇ, આજુબાજુ હોટલમાં તપાસ કરતા, કોઈ એક માણસની પાછળ ત્રણ મોટર સાયકલ વાળા મારવા દોડતા હોવાની વિગત જાણવા મળેલ,
જે બાબત વધુ ગંભીર લગતા અને આઇશર ગાડીના ડ્રાઇવર ને કોઈ સાથે માથાકુટ થયાનું અનુમાન કરી, આજુબાજુના ખેતરો, હોટલો તથા હાઈવે રોડ ઉપર અવાવરૂ જગ્યાએ લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા સ્ટાફના ASI મહેશભાઈ બાર, કમાન્ડો મનિષભાઈ પટેલ, નવઘણભાઈ તથા ડ્રાઇવર હસમુખભાઈ ઉપરાંત લીંબડી પીએસઆઇ જી.જી.પરમાર, હે.કો. કાનજીભાઈ, દિલાવર, ડ્રાઇવર શિવરજભાઈ સહિતના કાફલાએ દ્વાર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ. સઘન શોધખોળ કરવા છતાં, ડ્રાઇવર પંકજભાઈ રબારીની કોઈ ભાળ મળેલ ના હતી. દરમિયાન વહેલી સવારના ચાર સાડા ચાર વાગ્યે ડ્રાઇવર પંકજભાઈ રબારીનો તેના માલિક રતુભાઈ બોરીચા ના મોબાઈલ ફોન ઉપર ફોન આવેલ અને પોતાને મોટર સાયકલ વાળા સાથે સામાન્ય અકસ્માત થતાં, માથાકુટ થયેલ અને પોતાને મારશે એવું જાણી, ભાગીને લીંબડી ચાર રસ્તા ઉપર આવી, બસમાં રાજકોટ જતા રહેલાણી અને પોતાના બને મોબાઈલ ગાડીમાં જ રહી જતા, સંપર્ક કરી નહિ શકેલાની વિગત જણાવતા, પોલીસ તથા રાજકોટ થી આવેલ ટ્રાન્સપોર્ટ ના માલિક સહિતના માણસોને રાહતનો દમ લીધો હતો…
રાજકોટ શહેરના ટ્રાન્સપોર્ટ માલિક રતુભાઈ બોરીચાને *સુરેન્દ્રનગર ગુજરાત પોલીસનો એક અલગ જ અનુભવ થયો* હતો અને પોલીસ અડધી રાત્રે મુશ્કેલીમાં રહેલ લોકોને મદદરૂપ થતી હોવાનો અલગ જ અનુભૂતિ થતા, ટ્રાન્સપોર્ટના માલિક રતુભાઈ બોરીચાએ પોલીસનો આભાર માનેલ અને *પોલીસ આવી પણ હોય છે* એવો સુરેન્દ્રનગર પોલીસનો એક આગવો અનુભવ થયો હતો તેમજ પોલીસે પણ ડ્રાઇવર હેમખેમ મળી આવતા, રાહતની લાગણી અનુભવે હતી…
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દિપક કુમાર મેઘાણીના નાઈટ રાઉન્ડ દરમિયાન અપનાવવામાં આવેલ *સલામતી સાથે સેવાના અભિગમના કારણે* પોલીસની એક અલગ જ છાપનો અનુભવ કરાવે છે અને *”પોલીસ પ્રજાનો મિત્ર છે”,* એ સૂત્રને સાર્થક કરે છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા ભૂતકાળમાં પણ અનેક લોકોને મદદ પુરી પાડી, સેવાકીય અભિગમ અપનાવી, સાથોસાથ ગુન્હાઓ અટકાવી, *સમાજમાં રહેલ પોલીસની વિપરીત છાપને ઉજળી કરવાના પગલાંઓ* ભરેલા છે..
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર
મો. 70161 70844
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




