પ્લાસ્ટિક્મા ભોજન જાખમી

0
10

તાજેતરમાં જ કરવામાં આવેલા નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે વિશ્વભરમાં પ્રવાસે જતાં લોકો અને વાલીઓમાં પ્લાÂસ્ટકની પ્લેટો ખાવા માટે ફેવરિટ તરીકે ગણવામાં આવે છે પરંતુ  પ્લેટોમાં ગરમ ભોજન કરવાની બાબત કિડની સ્ટોનને આમંત્રણ આપી શકે છે. આરોગ્ય માટે પ્લાÂસ્ટકની પ્લેટો નુકસાનકારક હોવાની બાબત સપાટી ઉપર આવી છે. નવા સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે મેલામાઈન ક્રોક્રીનમાં ગરમ ભોજન કરવાની બાબત આરોગ્ય માટે નુકસાનકારક છે. તાઈવાનના સંશોધકોએ એવું શોધી કાઢ્યું છે કે ગરમ તાપમાન મેલેમાઈનના પ્રમાણને વધારી દે છે. બ્રિટનના જાણીતા અખબાર ડેલી મેલે આ મુજબનો અહેવાલ પ્રકાશિત કર્યા છે અને કહ્યું છે કે આનાથી કિડની સ્ટોનનો ખતરો વધી જાય છે. આ અભ્યાસના ભાગરૂપે બે લોકોને આવરી લેવામાં આવ્યા હતા જે પૈકી એક વર્ગને જુદા પ્રકારની પ્લેટમાં અને બીજા લોકોને મેલામાઈન ક્રોક્રીનમાં ભોજન આપવાની જાગવાઈ કરવામાં આવી હતી. હોટ નૂડલ સૂપ ખાવાની સલાહ આપવામાં આવી હતી. એકને મેલામાઈન ક્રોક્રીનમાં અને બીજાને સેરામીકમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભોજન પહેલા યુરિન સેમ્પલો લેવામાં આવ્યા હતા. ભોજન બાદ ૧૨ કલાક સુધી દર બે કલાકમાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. ત્રણ સપ્તાહ બાદ એવું જાણવા મળ્યું કે મેલામાઈન ક્રોક્રીનમાં ભોજન કરનાર લોકોમાં સ્ટોનની શક્યતા વધી ગઈ છે. મેલામાઈન પ્લેટમાં ભોજન કરના લોકોની ચકાસણીમાં જાણવા મળ્યું કે સૂપ પીધા બાદ ૧૨ કલાક સુધી યુરિનમાં કુલ મેલામાઈનનું પ્રમાણ ૮.૩૫ માઈક્રો ગ્રામ છે જ્યારે જુદા પ્રકારની પ્લેટમાં ભોજન કરનાર લોકોમાં કુલ મેલામાઈનનું પ્રમાણ ૧.૩ માઈક્રો ગ્રામ છે. અભ્યાસના તારણો ખૂબ જ નક્કર રીતે બહાર આવ્યા છે. સંશોધકોએ કહ્યું છે કે બંને ઊંચા તાપમાન હોવાથી ખતરનાક સાબિત થઈ શકે છે. વધુ એસિડીક ભોજન મેલામાઈનને પ્રોત્સાહન આપે છે. તેમને એમ પણ કહ્યું છે કે મેલામાઇન ક્રોક્રીનમાં ભોજન ખૂબ જ ખતરનાક અને આરોગ્ય માટે નુકસાનકારક છે તે બાબત સાબિત થઈ ચૂકી છે. પશુઓમાં મેલામાઈન ટોક્સીસિટીના અભ્યાસ બાદ જાણવા મળ્યું કે આનાથી કિડની સ્ટોનનો ખતરો રહે છે. સાથે સાથે કિડનીને નુકસાન થવાનો અને કેન્સરનો ખતરો પણ રહે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY