પોરબંદર,તા.૨૫
પોરબંદર જિલ્લાના બરડા અભયારણ્યમાં સિંહોના જતન અને સંવર્ધન માટે જૂનાગઢના ગીરના જંગલમાંથી સિંહોને પોરબંદરના બરડા ડુંગરમાં લાવવામાં આવ્યા હતા. અને અહીં ખાસ જીનપૂલ સેન્ટરનું ૨૦૧૪ની સાલમાં નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં સરિતા સિંહણ અને એવન નામના સિંહને જીનપૂલ ખાતે લાવવામાં આવ્યો હતો.
૨૦૧૪થી લઇને ૨૦૧૮ સુધીમાં સરિતા ગર્ભવતી બની હતી, અને ગત તા.૨૧મી ઓગસ્ટે સરિતાએ ચાર બચ્ચાઓને જન્મ આપ્યો હતો, જેમાં ત્રણ માદા અને એક નર બચ્ચું હતું. આ બચ્ચાઓને જન્મ આપ્યા બાદ સરિતાએ બચ્ચાઓને ફિડિંગ કરાવ્યું ન હતું, જેથી એક નર અને એક માદા બચ્ચાનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ વનવિભાગના અધિકારીઓને થતાં તાકીદે અન્ય બે બચ્ચાને જૂનાગઢમાં સકકરબાગ ખાતે મોકલી અપાયા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



