મધ્યાહ્ન ભોજનની સંચાલિકા તાબે ન થતા સ્કૂલ સંચાલકે હત્યા કરી હતી

0
10

રાજકોટ,તા.૭
કણકોટ મેઇન રોડ પર શ્યામલ ચાર રસ્તા પાસેથી ગત બુધવારે અજાણી મહિલાની મળેલી લાશની ઘટનાનો તાલુકા પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. મહિલા મધ્યાહન ભોજનની સંચાલિકા હોવાનું સ્પષ્ટ થયું છે અને વિધવા હતી. પ્રેમી સ્કૂલના સંચાલક અને તેના મિત્રએ બદકામ માટે મહિલા તાબે ન થતાં મોતને ઘાટ ઉતારી લાશ ફેંકી દીધાનું બહાર આવતા પોલીસે સ્કૂલના સંચાલક અને તેના મિત્રની ધરપકડ કરી બન્નેને રિમાન્ડ પર લેવાની તજવીજ શરૂ કરી છે.
રેલનગરમાં સંતોષીનગર મેઇન રોડ પર આવેલી વીર સાવરકર ટાઉનશીપમાં રહેતા હિનાબેન રાજેશભાઈ મહેતા કર્મયોગી સ્કૂલમાં મધ્યાહન ભોજન યોજનાના સંચાલિકા તરીકે ફરજ બજાવતા હતા. તેમના પતિના અવસાન બાદ બે બાળકોથી અલગ રહેતા હતા. ગત ૩ સપ્ટેમ્બર બાદ તેઓ લાપતા થઇ ગયા હતા. બીજી બાજુ ૫ સપ્ટેમ્બરે કણકોટ મેઇન રોડ પર આવેલા શ્યામલ ચાર રસ્તા પાસેથી એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી. તાલુકા પોલીસે તપાસ કરતા ૩ સપ્ટેમ્બરથી લાપતા થયેલા હિનાબેન મહેતાની જ લાશ હોવાનું સ્પષ્ટ થયું હતું. અને હત્યા કરી લાશ ફેંકી દેવાઇ હોવાની વિગતો પણ પોલીસને જાણવા મળી હતી. પ્રેમી સ્કૂલ સંચાલક તેને જન્માષ્ટમીના દિવસે ફરવા લઇ ગયો હતો અને બાદમાં હત્યા કરી નાંખી હતી.
હિનાબેન ક્્યાં નોકરી કરતા હતા તે વાતની પોલીસને જાણ થયા બાદ સૌ પ્રથમ ત્યાં તપાસ કરતા કર્મયોગી સ્કૂલના સંચાલક અને માયાણીનગર-૧માં રહેતા શાંતિલાલ હરદાસભાઈ વિરડિયા શંકાના ઘેરામાં આવ્યા હતા. પોલીસે શાંતિલાલની આકરી પુછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને પોલીસને સઘળી હકીકત જણાવી દીધી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY