૧૫૦ જેટલા ખેડૂતો પોતાના શરીરમાંથી કાઢેલુ લોહી મુખ્યમંત્રીને મોકલશે

0
12

બોટાદ,તા.૭
બોટાદના ભદ્રાવડી ગામે હાર્દિક પટેલના સ્વાસ્થ્ય માટે શિવયજ્ઞનું આયોજન કરાયું છે. શિવયજ્ઞમાં ગામના અલગ અલગ સમાજના લોકો જાડાયા હતા અને ૧૫૦ જેટલા ખેડૂતો દ્વારા પોતાનું લોહી કાઢી સરકારને મોકલશે. કારણ કે સરકાર ખેડૂતોના લોહીની તરસી છે તેવું નિવેદન આપવામાં આવ્યું છે.
હાર્દિક પટેલ દ્વારા ખેડૂતોના દેવા માફી તેમજ અનામત મળે તેવી માગ સાથે છેલ્લા ૧૪ દિવસથી ઉપવાસ શરુ કર્યા છે.ત્યારે ૧૪ દિવસથી ઉપવાસ પર બેસેલા હાર્દિક પટેલની તબિયત દિવસેને દિવસે લથડી રહી છે.ત્યારે આજે હાર્દિક પટેલનું સ્વાસ્થ્ય નીરોગી અને તંદુરસ્ત રહે તેમજ સરકાર સામે લડી શકે અને સરકારને સદબુદ્ધિ મળે તેને લઈ બોટાદના ભદ્રાવડી ગામે આજે ગામના અલગ અલગ સમાજના લોકો દ્વારા શિવ મદિરે શિવયજ્ઞનું આયોજન કરાયું હતું.
જેમાં ગામના અલગ અલગ સમાજના લોકો યજ્ઞમાં જાડાયા હતા. તેમજ જય સરદાર જય પાટીદારના નારા લગાવામાં આવ્યા હતા. શિવયજ્ઞમાં મહિલાઓ સહિત ગામ લોકો મોટી સખ્યામાં જાડાયા હતા . હાર્દિક પટેલ દ્વારા ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તેવી માગ સાથે જયારે ૧૪ દિવસથી ઉપવાસ પર બેસેલ છે.
ત્યારે આજે ભદ્રાવડી ગામે ખેડૂતો દ્વારા સરકાર જાગે અને ખેડૂતો સામે જાવે તેવા હેતુ સાથે એક અનોખું આયોજન કરાયું હતું.જેમાં ગામના ૧૫૦ જેટલા ખેડૂતો દ્વારા પોતાના શરીરમાંથી લોહી કાઢવામાં આવ્યું હતું અને તે લોહી ગુજરાતના મુખ્યમંત્રીને મોકલવામાં આવશે અને જા સરકારને ખેડૂતોનું લોહી જ પીવું હોય તો આ લોહી પી લે અને જા ઘટે તો બીજું પણ મોકલવા આવશે તેમ ગામ લોકોએ જણાવ્યું હતુ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY