આરબીઆઈની સાથે સરકારનો વિવાદ વિનાશ તરફ લઈ જશેઃ સીતારામ યેચુરી

0
8
ન્યુ દિલ્હી,તા.૩૦
CPR મહાસચિવ સીતારામ યેચુરીએ કેન્દ્ર સરકારનો RBI સાથે વિવાદ દેશની અર્થવ્યસ્થા માટે વિનાશકારી ગણાવ્યો છે.
યુચેરીએ વિવિધ બંધારણીય સંસ્થાઓની સાથે કેન્દ્રના અથડામણ પાછળ સરકારની હઠવાદી વલણને મુખ્ય કારણ ગણાવ્યું છે. યેચુરીએ સરકાર પર પોતાની મનમાની કરવાનો આરોપ લગાવતા ટ્‌વીટ કર્યું કે કોઈની ના સાંભળી ફક્ત જુમલા આપવા અને લોકોથી ખોટા વચન કરવા આ મોદી સરકારનો હેતુ છે. RBIના પૂર્વ ગવર્નરના મત વિરૂદ્વ નોટબંધી લાગૂ કરીને અર્થવ્યવસ્થાની કમર તોડી નાખી અને હવે ફરીથી વિનાશ તરફ.
સીતારામ યેચુરીએ અન્ય એક ટ્‌વીટમાં સરકારની જાહેરાત નીતિ પર સવાલ ઉઠાવતા કહ્યું કે મોદી સરકાર પોતાના પ્રચાર કરવા માટે ૫ હજાર કરોડ ખર્ચ કરી દીધો છે. આ રકમ જાહેર કાર્યક્રમો દ્વારા જાહેરાત પર ખર્ચ કરેલી રકમથી અલગ છે. સરકારે છેલ્લા ચાર વર્ષોમાં કામદારોને સીવર સાફ કરવાની સમસ્યાના હલ માટે એક પણ રૂપિયાનો ખર્ચ નથી કર્યો.(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY