સુરત,તા.૭
સુરતના ડિંડોલી વિસ્તારમાં શનિવારે રાત્રે એક ઘટના એવી બની કે જેમાં ઘટનાસ્થળે પહોંચેલી ડિંડોલી પોલીસની ટીમ પણ મૂંઝવણમાં મૂકાઈ ગઈ હતી. કારણ કે એક તરફ ઉશ્કેરાયેલા લોકોનું ટોળું હતું તો બીજી બાજુ એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતા. પોલીસે કરવું તો કરવું શું એ મૂંઝવણ વચ્ચે ડિંડોલી પોલીસે સબ ઇન્સ્પેક્ટર અને તેના ઘરમાં રહેલી તેની મહિલા મિત્રને પોલીસ મથકે લઈ જઈ પૂછપરછ આદરી હતી.
સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પીએસઆઇને ડીંડોલીમાં પોતાના ઘરે અન્ય યુવતી સાથે રંગરેલિયા મનાવવાનું ભારે પડી ગયું હતું. ડીંડોલીના ફ્લેટમાં યુવતી સાથે ગયેલા પીએસઆઇને મહિલાના ટોળાએ પિટાઇ કરી હતી અને પછી પોલીસે આવીને લોકો પર ડંડાવાળી કરી હતી. મોડી રાત્રે મામલો ડીંડોલી પોલીસમાં પહોંચ્યો છે. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે પીએસાઇ રોજ રોજ નવી નવી છોકરીઓને લાવી કલાકો સુધી ઘરમાં બંધ રહેતો હતો.
તેની હરકતથી પરેશાન સ્થાનિક લોકોએ ડીંડોલી પોલીસને બોલાવીને પીએસઆઇને બહાર આવવા કહ્યું હતું, પણ એક કલાકની સમજાવટ, માથાકુટ પછી પણ પીએસઆઇ બહાર આવ્યો નહોતો. લોકોએ હલ્લો બોલાવ્યો પછી પીએસઆઇ બહાર આવ્યો તો મહિલાઓએ તેની પિટાઇ કરી હતી. મોટી સંખ્યામાં ટોળું ભેગું થઇ જતા પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




