ન્યુ દિલ્હી,તા.૬
દેશની સુપ્રીમ કોર્ટે અગાઉ જેમને મોતની સજા ફરમાવી હતી એવા કેટલાક લોકો માટે ચુકાદો ફેરવીને છેલ્લાં ૧૬ વર્ષથી જેલમાં સબડતા છ જણને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
દેશના કાનૂની ઇતિહાસમાં સુપ્રીમ કોર્ટે પોતાનો જ અગાઉનો ચુકાદો ફેરવ્યો હોવાની આ પહેલી ઘટના છે. કોર્ટે આ છએ જણને પાંચ પાંચ લાખ રૂપિયા વળતર તરીકે ચૂકવવાનો પણ આદેશ આપ્યો હતો.
ઘટનાની વિગત એવી છે કે ૨૦૦૩માં નાશિકના એક પરિવારના સભ્યોની હત્યા કરીને એક મહિલા તથા એની પુત્રી પર સામૂહિક બળાત્કાર કરવાનો આ છ જણ પર આરોપ હતો. સુપ્રીમ કોર્ટે આ છએ જણને મોતની સજા ફરમાવી હતી.
આ ચુકાદા સામે કરાયેલી અરજીના જવાબમાં જસ્ટિસ એ કે સિક્રી, જસ્ટિસ એસ અબ્દુલ નઝીર અને જસ્ટિસ એમ આ શાહની બેન્ચે મુંબઇ પોલીસને આ કેસ નવેસર તપાસવાની સૂચના આપી હતી અને જેલમાં સબડી રહેલા છએ જણને તત્કાળ મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ એક વિરલ કેસ ગણી શકાય.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





