પુરી સ્થિતિ જગન્નાથ મંદિરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ અને તેમની પત્ની સાથે કરવામાં આવેલા ખરાબ વર્તનથી તમામ લોકો શરમજનક સ્થિતીનમા મુકાઇ ગયા છે. અમારા મંદિરોમાં સંચાલનની જવાબદારી સંભાળી રહેલા લોકોની વિચારધારા પર પણ આના કારણે પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે રાષ્ટ્રપતિ અને તેમના પત્ની જ્યરે મંદિરમાં ગર્ભગૃહની તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે મંદિરના કેટલાક સેવાદાર લોકોએ તેમના માર્ગને રોકી દેવાના પ્રયાસ કર્યા હતા. સાથે સાથે ધક્કો પણ મારી દીધો હતો. રાષ્ટ્રપતિ ભવન દ્વારા ખુલાસો માંગવામાં આવ્યા બાદ જિલ્લા વહીવટીચંત્ર અને મંદિરના વ્યવસ્થાપક મંડળ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઘટના સાથે જાડાયેલા કેટલાક મહત્વપૂર્ણ પાસામાં તપાસ કરવામાં આવે તો કેટલીક વિગત ખુલી શકે છે. હાલમાં આ બાબત સ્પષ્ટ થઇ નથી કે જ્યારે રાષ્ટ્રપતિના આગમનના સમાચાર પહેલાથી જ આપી દેવામાં આવ્યા હતા તો આ પ્રકારની ઘટના કેમ બની ગઇ છે. તેમની સુવિધાને ધ્યાનમાં લઇને સવારે ૬-૩૫ વાગેથી ૮-૪૦ વાગ્યા સુધી જા સામાન્ય શ્રદ્ધાળુઓ માટે મંદિર સંકુળને બંધ કરાવી દેવામાં આવ્યુ હતુ તો આ પ્રકારની ઘટના કેમ બની. શુ રાષ્ટ્રપતિ ગર્ભગૃહની તરફ વધીને કોઇ ખોટુ કામ કરી રહ્યા હતા. જા પ્રશ્ન હામાં છે તો રાષ્ટ્રપતિનો ગર્ભ ગૃહ સુધી જવાનો નિર્ણય કેમ ખોટો હતો. હાલમાં તો વધારે સારી બાબત તો એ છે કે રાષ્ટ્રપતિને આ તમામ બાબતો સમય રહેતા કેમ બતાવી દેવામાં આવી ન હતી. છેલ્લી ઘડીએ તેમનો રસ્તો રોકવા માટેનો હેતુ શુ હતો. શુ મંદિર વ્યવસ્થાપનની લાપરવાહીનો આ મામલો છે. જે હેઠળ રાષ્ટ્રપતિને દર્શન કરાવવાની જવાબદારી સંભાળી રહેલા સેવાદારોને એટલી પણ માહિતી ન હતી કે તેમની સામે દેશના પ્રથમ નાગરિક રહેલા છે. જા એવુ નથી તો બીજી શંકા એ બને છે કે કેટલીક હદ સુધી સેવાદારોના મનમાં આ બાબત જાતિગત હતી. જા બાબત લાપરવાહીની છે તો વધારે ગંભીર મામલો છે. સમગ્ર મામલામાં જે સ્તરના લોકો દોષિત હોય તેમને યોગ્ય સજા થવી જાઇે. પરંતુ જા મામલો જાતીય પુર્વાગ્રહનો છે તો આ ખુબ ગંભીર મામલો છે. સ્વતંત્રતાના સાત દશક બાદ પણ અમારા મંદિરોમાં અને અન્ય ધાર્મિક સ્થળો પર અંધાધુંધી પ્રવર્તી રહી છે. જા અમારા મંદિરોમાં આવી Âસ્થતી રહેલી છે તો આ બાબત સમગ્ર સમાજ માટે શરમજનક બાબત છે. જા કોઇ બાબત પુરવાર થાય તો દોષિત સામે દાખલા બેસે તેવી સજા કરવી જાઇએ. કારણ કે આ પ્રકારના વર્તનને યોગ્ય ગણી શકાય નહી. જા કે રાષ્ટ્રપતિ સાથે કરવામાં આવેલા ખરાબ વર્તનના મામલે હજુ સુધી કોઇ હોબાળો થયો નથી. રામનાથ કોવિન્દના સંબંધમાં કોઇ પણ રાજકીય પક્ષો તરફથી હજુ સુધી કોઇ પણ પ્રકારની પ્રતિક્રિયા આવી નથી. સેવાદારોના અભિપ્રાય જાણવાના પ્રયાસ ગંભીરતાપૂર્વક કરવામાં આવે તે જરૂરી છે. મંદિરના સંચાલનની જવાબદારી સંભાળી રહેલા લોકોએ પણ ધ્યાન આપવુ જાઇએ.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"




