ઠાર થયેલા ત્રાસવાદી પાસેથી હથિયારો જપ્ત પુલવામા : એન્કાઉન્ટરમાં ખતરનાક આતંકવાદી ઠાર

0
374

જમ્મુ કાશ્મીરમાં હિજબુલ કમાન્ડર મન્નાન વાની ફુંકાયા ગયાના બે દિવસ બાદથી વધુ એક ઉલ્લેખનીય સફળતા
પુલવામાં,તા. ૧૩
જમ્મુ કાશ્મીરમાં હિઝબુલ કમાન્ડર મન્નાન વાની ઠાર થયાના બે દિવસ બાદ સુરક્ષા દળોને આજે વધુ એક મોટી સફળતા હાથ લાગી હતી. પુલવામામાં ભીષણ એન્કાઉન્ટરમાં એક ત્રાસવાદીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. તેની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો અને હથિયારોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કામાં સ્થાનિક ચૂંટણીના દિવસે જ આ અથડામણ થઇ હતી. પુલવામામાં બાબગુન્ડમાં બાતમીના આધાર પર સુરક્ષા દળોએ આ ઓપરેશન હાથ ધર્યુ હતુ. અથડામણ થોડાક સમય સુધી જારી રહી હતી. ત્રાસવાદી મોટી સંખ્યામાં હજુ પણ જમ્મુ કાશ્મીરના જુદા જુદા ભાગોમાં સ્થાનિક લોકોની વચ્ચે છુપાયેલા છે. સ્થાનિક લોકોનુ સમર્થન હોવાના કારણે તેમની ગતિવિધીને તરત ખતમ કરવાની બાબત સુરક્ષા દળો માટે સરળ નથી. કારણ કે જ્યારે ઓપરેશન હાથ ધરવામાં આવે છે ત્યારે સુરક્ષા દળોને ત્રાસવાદીઓ ઉપરાંત સ્થાનિક લોકો દ્વારા પથ્થરમારાનો સામનો પણ કરવો પડે છે. તેમની સામે કેટલાક પડકારો એક સાથે રહે છે. કટ્ટરપંથીઓના સમર્થનના કારણે જ ત્રાસવાદીઓ તેમના ઇરાદાને અંજામ આપવામાં સફળ સાબિત થઇ રહ્યા છે. અગાઉ જમ્મુ કાશ્મીરના કુપવારામાં હેન્ડવારામાં સુરક્ષા દળોને બુધવારે મોટી સફળતા હાથ લાગી હતી. આના ભાગરુપે હિઝબુલ મુઝાહિદ્દીનના ત્રણ ત્રાસવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા હતા. ઠાર કરવામાં આવેલા ત્રાસવાદીઓમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી અને રિસર્ચ સ્કોલર મન્નાન વાની પણ હતો. મન્નાન હિઝબુલ મુઝાહિદ્દીનનો સ્થાનિક કમાન્ડર તરીકે હતો. તેને કુપવારામાં કમાન્ડર તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. બીજી બાજુ ફેસબુક ઉપર રાયફલની સાથે મન્નાનનો એક ફોટો વાયરલ થતાં તેને યુનિવર્સિટીમાંથી કાઢી મુકાયો હતો. તે પાંચમી જાન્યુઆરીના દિવસે જ હિઝબુલમાં સામેલ થઇ ગયો હતો. મન્નાન છેલ્લા પાંચ વર્ષથી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યો હતો. તે જમ્મુ કાશ્મીરના કુપવારા જિલ્લા તાકીપોરા ગામનો નિવાસી હતો. મન્નાનને તેના ઘરવાળા આગળના અભ્યાસ માટે અમેરિકા મોકલવા ઇચ્છુક હતા. આને લઇને તે ખુબ ઉત્સાહિત પણ હતો પરંતુ તે ત્રાસવાદી ગતિવિધિમાં સામેલ થઇ ગયા બાદ પરિવારના સભ્યો નાખુશ હતા. છેલ્લે ચોથી જાન્યુઆરીના દિવસે તેની વાત થઇ હતી તે વખતે મન્નાને પોતાના ભાઈને પરિવારની સાથે પોતાનો એક જુનો ફોટો મોકલ્યો હતો. ત્યારબાદ તેનો ફોન બંધ થઇ ગયો હતો. ફેસબુક એકાઉન્ટ પણ બંધ થઇ ગયું હતું. જાન્યુઆરીમાં જ મન્નાન એએમયુથી કાશ્મીર પહોંચી ગયો હતો. ત્યારબાદ તે હિઝબુલમાં સામેલ થઇ ગયો હતો. હિજબુલ કમાન્ડર મન્નાન વાની ઠાર થયા બાદ હિજબુલના વધુ એક યુવા લીડરનુ મોત થયુ છે. તેની કમર પણ તુટી રહી છે.

સંપૂર્ણ સમાચાર સેવા
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY