પ્યોંગપ્યોંગ,તા.૨૫
દક્ષિણ કોરિયા એ દાવો કર્યો છે કે ઉત્તર કોરિયા એ ગુરૂવારના રોજ બે નાના અંતરની મિસાઇલને સમુદ્રમાં છોડી છે. દક્ષિણ કોરિયાના સંયુકત ચીફ ઓફ સ્ટાફ (જેસીએસ)એ કહ્યું ક ઉત્તર પૂર્વ તટીય શહેર વૉનસનની ચારેયબાજુ છોડવામાં આવેલી મિસાઇલો એ દેશના પૂર્વ તટથી પાણીમાં ઉતારવાથી લગભગ ૪૩૦ કિલોમીટર પહેલાં ઉડાન ભરી.
સિન્હુઆએ કહ્યું કે જેસીએસના મતે ઉત્તર કોરિયાએ સ્થાનિક સમયાનુસાર ગુરૂવારે સવારે ૫.૩૪ વાગ્યે અને ત્યારબાદ ૫.૫૭ વાગ્યે વૉનસન ક્ષેત્રમાં બે અજ્ઞાત પ્રક્ષેપણ કર્યા. જેસીએસ એ કહ્યું કે વધુ પ્રક્ષેપણ થવાની સ્થિતિમાં અમારી સેના નજર રાખીને બેઠું છે અને કોઇપણ સ્થિતિ માટે તૈયાર છે. જેસીએસ એ કહ્યું કે દક્ષિણ કોરિયા અને અમેરિકન ગુપ્તચર વિભાગ તપાસ કરી રહ્યું છે કે ઉત્તર કોરિયાએ શેનું પ્રક્ષેપણ કર્યું છે.
જૂનના અંતમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનની વ્ચચે થયેલી મુલાકાત બાદ પહેલું મિસાઇલ લોન્ચિંગ છે. ઉત્તર કોરિયા એ આની પહેલાં ૯મી મેના રોજ પરીક્ષણ કર્યું હતું, જેમાં બે મિસાઇલ લૉન્ચ કરી હતી. આ બંને મિસાઇલોની સાથો સાથ નાનકડા રોકેટ પણ સામેલ હતા.
જૂનમાં થયેલી ટ્રમ્પ અને કિમની મુલાકાત બાદ કિમ એ આ વાતને વિશ્વાસ વ્યકત કર્યો હતો કે ઉત્તર કોરિયા હવે કોઇ પરમાણુ કાર્યક્રમ ચાલુ રાખશે નહીં. જો કે ટ્રમ્પની સાથે થયેલી બે મુલાકાતો પણ બેઅસર દેખાય રહી છે કારણ કે ઉત્તર કોરિયા સતત મિસાઇલ ટેસ્ટ કરી રહ્યું છે.
જાપાન એ આ પરીક્ષણ પર કહ્યું છે કે આ મિસાઇલોથી તેના સમુદ્રી ક્ષેત્રમાં કોઇ અસર થઇ નથી. મંગળવારના રોજ ન્યૂઝ એજન્સી કેસીએનએ માહિતી આપી દીધી કે કિમ જોંગ ઉન એ મિસાઇલ કાર્યક્રમના અધિકારીઓની સાથે એક મોડી નવ નિર્મિત સબમરીનનું નિરીક્ષણ કર્યું હતું. કિમનું આ પગલું એ વાતની તરફ ઇશારો કરે છે કે આગળ પણ સબમરીન-લૉન્ચ બેલેસ્ટિક મિસાઇલ (SLBM) કાર્યક્રમના વિકાસને ચાલુ રાખશે.
કિમની તરફથી આ મિસાઇલ પરીક્ષણ ઑગસ્ટમાં થનાર દક્ષિણ કોરિયા અને અમેરિકાની વચ્ચે સૈન્ય યુદ્ધાભ્યાસની પહેલાં કરાયું છે. એવામાં એ વાતનો અંદાજો લગાવામાં આવી રહ્યો છે કે આ પરીક્ષણના લીધે કોરિયન પ્રાયદ્વીપમાં તણાવ ઉત્પન્ન થઇ શકે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


