૨ લાખ લોકોની જંગી રેલીને સંબોધન કરશે
ન્યુ દિલ્હી,તા.૧
આસામમાં જાહેર કરાયેલા નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન ઓફ રજિસ્ટરમાંથી ૪૦ લાખ લોકોના નામ ગાયબ થયા બાદ ચાલી રહેલા રાજકીય ઘમાસાણની વચ્ચે ભાજપ અધ્યક્ષ અમિત શાહ ૧૧ ઓગસ્ટે પશ્ચિમ બંગાળની મુલાકાત લેશે.તેઓ એક રેલીમાં ભાગ લેશે.
ઉલ્લેખનીય છે કે આસામ પછી બંગાળમાં પણ એનઆરસી તૈયાર કરવાની માગણી થયા બાદ પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી અને ભાજપ આમને સામને છે.
આ રેલીનુ આયોજન ભાજપ યુવા મોરચા દ્વારા થઈ રહ્યું છે.મોરચાનો દાવો છે કે ૨ લાખ લોકો રેલીમાં ભાગ લેશે.
૧૧ ઓગસ્ટે ક્રાંતિકારી ખુદીરામ બોસને ફાંસી અપાઈ હતી અને તેમને શ્રધ્ધાંજલિ આપવા આ રેલીનુ આયોજન કરવામાં આવ્યુ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



