કલેક્ટર સુજીતકુમાર અને એસપી સજનસિંહ પરમાર ખાસ હાજર રહ્યા હતા
બોટાદ જીલ્લાના રાણપુરમાં રાણપુર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી મનુભાઈ અમૃતલાલ શેઠ ઇંગ્લીશ મિડીયમ સ્કુલમાં દાનવીર શ્રી જતીનભાઈ મનુભાઈ શેઠ દ્વારા તેમના માતૃશ્રીની યાદગીરીમાં ટેકનોલોજી ની સુવિધા સાથે આકર્ષક શાંતાબેન મનુભાઈ શેઠ સાંસ્કૃતિક ઓડિટોરીયમ હોલ નો ઉદઘાટન સમારોહ યોજાયો સાથે સ્કુલના બાળકો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જ્યારે બોટાદ જીલ્લાના કલેક્ટર સુજીતકુમાર(IAS)તથા બોટાદ જીલ્લાના પોલીસવડા સજનસિંહ પરમાર(IPS)ના હસ્તે ઓડિટોરીયમ હોલનુ ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ આ પ્રસંગે સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખશ્રી અને દાનવીર જતીનભાઈ શેઠ એ જણાવ્યુ હતુ કે હુ રાણપુર નો વતની છુ અને મારા માતૃશ્રીની સ્મૃતિ રૂપે એક યાદગીરી રૂપે આ સાંસ્કૃતિક ઓડીટોરીયમ હોલ બનાવવામાં આવ્યો છે જે ટેકનોલોજી થી સજ્જ છે ખુબજ ઉપયોગી થાય તેવો આ હોલ છે.આ પ્રસંગે રાણપુરના મામલતદાર ચાવડા સાહેબ,સરપંચ અબ્બાસભાઈ ખલાણી,રાણપુર સાર્વજનિક એજ્યુકેશનના સ્થાનિક પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા,જયસુખભાઈ ખાટડીયા ઉપ.પ્રમુખ,કિરણભાઇ શેઠ માનદ મંત્રી,રાકેશભાઈ ગોપાણી માનદ ખજાનચી, મુંબઈ કારોબારીના સભ્યો અને રાણપુર કારોબારીના સભ્યો સહીત મોટી સંખ્યામાં મહેમાના,આગેવાનો આ સમારોહ માં હાજર રહ્યા હતા.

રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
મો:-7698030233
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






