…તો શું ૨૦૧૯ની લોકસભા ચૂંટણી લડશે પૂર્વ ક્રિકેટર રાહુલ દ્રવિડ?

0
11

ન્યુ દિલ્હી,તા.૨૨
એક સમયના દિગ્ગજ બેટ્‌સમેન રાહુલ દ્રવિડે સ્પષ્ટતા કરી કે તેને રાજનીતિમાં કોઈ રસ નથી અને ન તો ૨૦૧૯માં થનારી લોકસભાની ચૂંટણીમાં ઉતરવાનો કોઈ ઈરાદો છે. જ્યારે રાહુલ દ્વવિડને સવાલ કરવામાં આવ્યો કે કોઈ પક્ષે આગામી વર્ષે યોજાનાર ચૂંટણીમાં ઉમેદવાર બનાવવા માટે સંપર્ક કર્યો છે? દ્રવિડ આ સવાલ સાંભળી જારદાર હસી પડ્યો હતો.
દ્રવિડે હસતા હસતા કહ્યુ હતું કે, કોઈએ મારો સંપર્ક કર્યો નથી અને મને રાજનીતિમાં આવવામાં કોઈ રસ પણ નથી. ભારતના ઘણા ક્રિકેટરો રાજનીતિમાં ઉતર્યા છે પણ એક જમાનામાં ફેબ ફાઇવ નામથી પ્રખ્યાત રહેલા સચિન તેંડુલકર, દ્રવિડ, સૌરવ ગાંગુલી, વીવીએસ લક્ષ્મણ અને સેહવાગે અટકળો છતા પોતાને રાજનીતિથી દૂર રાખ્યા છે. જાકે ગાંગુલી ક્રિકેટ પ્રશાસનમાં સામેલ થઈ ગયો છે. હાલ તે બંગાળ ક્રિકેટ એસોસિયેશનનો અધ્યક્ષ છે.
ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ ઇંગ્લેન્ડ પ્રવાસમાં સર્વશ્રેષ્ઠ ટીમ સંબંધી નિવેદન પર પૂર્વ સુકાની રાહુલ દ્રવિડ પોતાના મત વ્યક્ત કર્યો હતો. દ્રવિડે શુક્રવારે કહ્યુ હતું કે મારે માટે એ મહત્વનું નથી કે કોણ સર્વશ્રેષ્ઠ છે અને કોણ નથી કારણ કે હાલ વધારે મહત્વપૂર્ણ એ છે કે ટીમે તેમાંથી શું બોધપાઠ લીધો છે અને આગળ કેવી રીતે વધવાનું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY