જિલ્લા માહિતી કચેરીના અધિક્ષક દિપકભાઈ વણજારાને નિવૃત્તિ વિદાયમાન

0
8

વ્યારા, તા.૨

જિલ્લા માહિતી કચેરી, વ્યારા ખાતે કચેરી અધિક્ષક તરીકે ફરજ બજાવતા દિપકભાઇ ધનસુખભાઇ વણજારા તા. ૨૮/૦૨/૨૦૧૯ના રોજ વયનિવૃત થતા કચેરીના કર્મચારીગણે તેમને નિવૃતિ વિદાયમાન આપ્યું હતું.
દિપકભાઇ વણજારાએ પ્રચાર એકમ ઉંમરગામથી તેમની કારકીર્દીની શરૂઆત કરી હતી. તેઓએ મુંબઇ ખાતે આવેલી સંપર્ક અધિકારીની કચેરીમાં પણ ફરજ બજાવી હતી. તેઓએ ૨૦૧૦માં જિલ્લા માહિતી કચેરી, વ્યારા ખાતે સીનીયર કલાર્ક તરીકે સેવા આપી હતી. બાદમાં તેમને આસીસ્ટન્ટ ઓફિસ સુપ્રીન્ટેન્ડન્ટ તરીકે પ્રમોશન આપી જિલ્લા માહિતી કચેરી, રાજપીપળા જિ. નર્મદા ખાતે નિમણુંક આપવામાં આવી હતી. તેઓએ પ્રાદેશિક માહિતી કચેરી, સુરત ખાતે પણ ફરજ બજાવી હતી. તેમને ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે બઢતી આપી જિલ્લા માહિતી કચેરી, વ્યારા ખાતે નિમણુંક આપવામાં આવી હતી. ૩૪ વર્ષની લાંબી કારકીર્દી બાદ વયનિવૃત થયેલા કચેરી અધિક્ષક દિપકભાઇ વણજારાને જિલ્લા માહિતી કચેરીના ટેકનિકલ આસીસ્ટન્ટ એચ.વી.ગોહીલ, માહિતી મદદનીશ સી.એફ.વસાવા, ગુજરાત ગાર્ડિયનના બ્યુરોચીફ અલ્પેશભાઇ દવે, તાપી સાઇટ સાપ્તાહિકના તંત્રી અને ઝી ચોવીસ કલાકના સંવાદદાતા વિનાયકભાઇ જાદવ, માહિતી કચેરીના ફોટોગ્રાફર અર્પિતભાઇ ગામીત, પાર્થ ચૌધરીઅને વિરલ ગામીતે તેમને નિરામય નિવૃત જીવનની શુભકામના પાઠવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY