રાજસ્થાનમાં કોંગ્રેસે અશોક ગેહલોતને મુખ્યમંત્રી પદના દાવેદાર જાહેર કર્યા..!!?

0
17

જયપુર,તા.૨૯
રાજસ્થાનની અજમેર અને અલવર લોકસભા બેઠકોની પેટાચૂંટણીમાં મળેલી જીત બાદ રાજ્યમાં વર્ષના આખરમાં થનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાપને હરાવવાનો ખ્વાબ કોંગ્રેસ જોઈ રહી છે. રાજસ્થાનમાં કોંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યપ્રધાનના ચહેરાને લઈને ખેંચતાણ સપાટી પર આવી રહી છે. જો કે કોંગ્રેસેની પુરી કોશિશ છે કે રાજસ્થાનમાં પાર્ટીની અંદર આંતરીક જૂથબંધી થાય નહીં. રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને રાજસ્થાનમાં પાર્ટીના કદ્દાવર નેતા અશોક ગેહલોતને રાહુલ ગાંધીએ કેન્દ્રીય સંગઠન મહાસચિવ તરીકેની મોટી જવાબદારી આપી છે.
જો કે ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અશોક ગહલોતે ઉદયપુરમાં પાર્ટીની એક બેઠકમાં ખુદને મુખ્યપ્રધાન તરીકે રજૂ કર્યા છે. ગહલોતે કહ્યું છે કે રાજસ્થાનના લોકો એક ચહેરાથી પરિચિત છે. તેઓ દશ વર્ષ સુધી મુખ્યપ્રધાન રહી ચુક્યા છે. મુખ્યપ્રધાનના ચહેરા પર આનાથી વધારે શું સ્પષ્ટીકરણ હોઈ શકે છે? ગહલોતનું નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે કોંગ્રેસ હાઈકમાન્ડ ધીરેધીરે દિવંગત રાજેશ પાયલટના પુત્ર અને રાજસ્થાન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સચિન પાયલટને આગામી ચહેરા તરીકે આગળ વધારી રહ્યા છે.
સીએમ પદના ઉમેદવારને લઈને રાજસ્થાન કોંગ્રેસના નેતાઓની થઈ રહેલી નિવેદબાજી વચ્ચે કોંગ્રેસ મહાસચિવ અને રાજ્યમાં પાર્ટીના પ્રભારી અવિનાશ પાંડેને કહેવું પડયું છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી લડવામાં આવશે. અવિનાશ પાંડેએ કહ્યું છે કે કટારિયા એક વરિષ્ઠ નેતા છે અને પાર્ટીમાં તેમના યોગદાનનનું સૌ સમ્માન કરે છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY