વેનેઝુએલાના વકિલ મજૂર અથવા સેક્સ વર્કર તરીકે કામ કરવા માટે મજબૂર બન્યા

0
42

વેનેઝુએલા,તા.૨૯
ક્યારેક દક્ષિણ અમેરિકાનો સૌથી ધનવાન દેશ રહેલો વેનેઝુએલા આજે વિષમભરી સ્થિતિમાં છે. આૅઈલ મામલે સમૃદ્ધ હોવા છતાં આ દેશ સરકારના ખોટા સામાજિક પ્રયોગોનો શિકાર બની ગયો છે અને આજે સ્થિતિ એવી છે કે અહીંના નાગરિકોને ભૂખમરાનો સામનો કરવો પડે છે.
વેનેઝુએલાના પ્રતિસ્થિત લોકો હવે અહીંની હોસ્પિટલો અને યુનિવર્સિટીઝને છોડીને બીજા દેશમાં જઇ રહ્યા છે. જે લોકો વેનેઝુએલામાં છે, તેમની સ્થિતિ અત્યંત ખરાબ છે. સમાચાર છે કે, વેનેઝુએલાના વકીલ મજૂર અથવા પછી સેક્સવર્કર તરીકે કામ કરવા માટે મજબૂર છે. તો ક્યારેક વહીવટીતંત્રમાં અધિકારી તરીકે ફરજ બજાવનારા લોકો ઘરમાં નોકર તરીકે કામ કરી રહ્યાં છે.
કંગાળ સ્તરમાં પહોંચનારો દેશ વેનેઝુએલામાં આજે લગભગ ૫૦૦૦ લોકો બીજા દેશમાં ભાગી રહ્યાં છે. વેનેઝુએલામાંથી લોકો ભાગી રહ્યા છે તે લેટિન અમેરિકાના ઈતિહાસમાં સૌથી વધુ લોકો દેશ છોડી ભાગી રહ્યા છે.
એમનેસ્ટી ઈન્ટરનેશનના અધિકારીઓનું કહેવુ છે કે વેનેઝુએલાનુ ડોમેસ્ટિક માનવાધિકાર સંકટ આજે આખા દક્ષિણ અમેરિકન ક્ષેત્રનું માનવ અધિકાર સંકટ બની ગયુ છે. ખરેખર, વેનેઝુએલામાંથી મોટી સંખ્યામાં ભાગીને પાડોશી અને કેરેબિયન દેશ ત્રિનિદાદ અને ટોબેગો જઇ રહ્યા છે. વેનેઝુએલામાંથી મોટી સંખ્યામાંથી લોકો છૂપીરીતે ત્રિનિદાદ અને ટૈબેગોની સરહદમાં પ્રવેશી રહ્યા છે, જેને કારણે ત્રિનિદાદની અર્થવ્યવસ્થા પર બોજ વધી રહ્યો છે. કારણકે વેનેઝુએલાનો પાડોશી દેશ પણ તે સ્થિતિમાં નથી કે તે વેનેઝુએલામાંથી આવનારા લોકોને પોતાના દેશમાં શરણ આપી શકે. તેથી પાડોશી દેશમાં ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરનારા લોકો માનવ તસ્કરી સહિત અનેક પ્રકારના શોષણનો શિકાર બની રહ્યા છે.
મહત્વનું છે કે, ૧૯૫૦ થી ૧૯૮૦ સુધી વેનેઝુએલા આર્થિક રૂપથી ખૂબ જ સમૃદ્ધ દેશ હતો. પરંતુ આૅઈલના વેપારમાં ઘટાડો અને નાણાંકીય સંકટને પગલે વેનેઝુએલા આર્થિક સંકટમાં ઘેરાતો ગયો.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY