રાજકોટ,તા.૩
રાજકોટના જેતપુરમાં આયુર્વેદિક આલ્કોહોલિક સીરપથી બે રોક-ટોક નશાનું વેચાણ થતું હતું, રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે આવા એક જ નશાનું વેચાણ કરતા બિયર બારને પકડી પાડ્યો અને ૮૭ જેટલી નશીલી સીરપની બોટલ પકડી પાડી હતી.
જેતપુરના સરદાર ચોકમાં આવેલ રાજશ્રી કોમ્પ્લેક્સમાં કિંગ નામનું બિયર બાર ચાલતું હતું જ્યાં નોન આલ્કોહોલી બિયરનું વેચાણ કરવામાં આવતું હતું, અહીં વેંચતા આ બિયરમાં આલ્કોહોલ એટલે કે દારૂનું કોઈ ભાગ નથી હોતો અને શહેરના યુવાનો અહીં બે રોક ટોક રીતે આ બિયર પિતા હતા.
પરંતુ આ કિંગ બિયર બારના માલિકે યુવાનોને નશો કરવા માટે કંઈક અલગ જ રસ્તો શોધી કાઢ્યો જે આયુર્વેદિક આસવની દવામાં આલ્કોહોલનું પ્રમાણ ૧૧% અને સેલ્ફ જનરેશન હોય તેવી સીરપ અહીં આ બિયર બારમાં વેચવાનું અને પીવડાવાનું ચાલતું હતું.
જેતપુરમાં ચાલતા આ કિંગ બિયર બાર ઉપર રાજકોટ ગ્રામ્ય એસઓજી દ્વારા રેડ કરીને અહીં ચલતા આ રેકેટનો પર્દાફાશ કર્યો હતો અને કિંગ બિયર બારમાંથી ૮૭ જેટલી આલ્કોહોલિક આયુર્વેદી સીરપની બોટલો પકડી પાડી હતી, સાથે જેતપુરના અન્ય એકે ડીવી પાન નામની દુકાનમાંથી પણ ૪ જેટલી બોટલો પકડીને સાથે કિંગ બિયર બારના માલિક યુવરાજ હુદડ અને ડીવી પાનના માલિક દેવ માવાની ઘરપકડ કરીને કાયદેસરની કર્યવાહી શરૂ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



