આવતીકાલે એડવોકેટ કલ્પેશ દેસાઈ અને કિરીટ પાનવાલા દલીલો રજૂ કરશે
સુરત, તા.૩૧
નારાયણ સાંઈના બળાત્કાર કેસમાં અંતિમ દલીલોનો દોર શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે નારાયણ સાંઈના વકીલ બીએમ ગુપ્તાની દલીલો પૂરી થઈ ગઈ હતી. હવે ૧લી નવેમ્બરના રોજ અન્ય વકીલો કલ્પેશ દેસાઈ, કિરીટભાઈ પાનવાળા દલીલો રજૂ કરશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરની પીડિતાએ ૬ અોક્ટોબર ૨૦૧૩ના રોજ જહાંગીરપુરા પોલીસ મથકમાં નારાયણ સાંઈ સામે બળાત્કારની ફરિયાદ નોîધાવી હતી. આ ગુનામાં નારાયણ સાંઈïની ધરપકડ પણ કરવામાં આવી હતી. નારાયણ સાંઈ અને તેના સાધક સાધિકાઅો સામે પોલીસે ચાર્જશીટ રજૂ કર્યા બાદ હવે આ કેસનો અંતિમ તબક્કો ચાલી રહ્ના છે. પીડિતા, એફએસએલ, આઈ.અો. તથા પંચનામાના સાક્ષીઅોની સર અને ઉલટ તપાસ પૂરી થયા બાદ બચાવ પક્ષે પોતાની અંતિમ દલીલો શરૂ કરી હતી. નારાયણ સાંઈના એડવોકેટ બી.એમ. ગુપ્તાની દલીલો પૂરી થતા હવે પહેલી નવેમ્બરના રોજ બચાવ પક્ષના અન્ય વકીલો કલ્પેશ દેસાઈ, કિરીટ પાનવાળા તથા વિરલ ચલીયાવાળા પોતાની દલીલો રજૂ કરશે. નારાયણ સાંઈ છેલ્લા ૬૦ મહિનાથી લાજપોર જેલમાં બંધ હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું હતું.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"




