રાજકોટ,તા.૧૯
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “સ્વચ્છ ભારત મિશન” હેઠળ જેમાં જનજાગૃતિ અભિયાન ઉપર પણ વિશેષ ભાર મુકવામાં આવે છે અને તેમાં ક્રમશઃ સારો જનસહયોગ પ્રાપ્ત થઇ રહયો છે. સૌના સાથસહકારનાં માધ્યમથી નાગરિકોને વધુ ને વધુ સારી સેવાઓ પ્રદાન કરવામાં મહાનગરપાલિકાને પણ સાનુકૂળતા રહે છે. આ અંગે વાત કરતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે, આજે “વર્લ્ડ ટોઇલેટ ડે” મનાવવામાં આવી રહયો છે. જે સ્વાભાવિકરીતે જાહેર સ્વચ્છતા અને જાહેર સ્વાસ્થ્યની બાબતમાં નાગરિકોને જાગૃત થવાનો સંદેશ આપે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પબ્લિક ટોઇલેટ બનાવવામાં આવેલ છે અને તે પૈકી ૧૮ પબ્લિક ટોઇલેટને મોડર્ન સ્વરૂપ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
તેમણે વધુમાં એમ પણ કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે ૧૮ પબ્લિક ટોઇલેટને મોડર્ન બનાવવાનું નક્કી કરવામાં આવેલા છે તેમાં રેસકોર્સ રિંગ રોડ પર ઇન્કમ ટેક્સ ઓફિસ સામે તેમજ ગેલેક્સી સિનેમા સામે આવેલા પબ્લિક ટોઇલેટ ઉપરાંત ફ્ન વર્લ્ડ પાસે રેસકોર્સ મેદાનની અન્ડર આવેલ પબ્લિક ટોઇલેટ તેમજ જ્યુબિલી ગાર્ડન સામે, શાસ્ત્રી મેદાન પાસે, મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે બનાવવામાં આવેલ ટોઇલેટ, તેમજ ૮૦ ફૂટ રોડ પર સોરઠીયાવાડી સર્કલ, કાલાવડ રોડ પર કે.કે.વી. હોલ પાસે તથા પ્રેમ મંદિર પાસે, નાનામવા રોડ પર લક્ષ્મીનગર હોકર્સ ઝોન પાસે, મવડી મેઈન રોડ પર વિશ્વેશ્વર મંદિર નજીક, કુવાડવા રોડ પર ગ્રીન લેન્ડ ચોક, આશ્રમ રોડ પર ડ્રેનેજ ઓફિસ પાસે, કુવાડવા રોડ પર વોર્ડ ઓફિસ પાસે, રેલ્વે સ્ટેશન રોડ, યુનિવર્સિટી રોડ પર પંચાયતનગર ખાતે અને રેસકોર્સની અંદર આર્ટ ગેલેરી પાસે આવેલ પબ્લિક ટોઇલેટને આધુનિક સ્વરૂપ આપવામાં આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



