પાકવીમો ન મળતા ખેડૂતોનું ‘બિરબલની ખીચડી’ બનાવી વિરોધ પ્રદર્શન

0
8

રાજકોટ,તા.૭
કપાસના પાકવીમાં મુદ્દે આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂતોને ગુજરાત કિસાન કોંગ્રેસનું સમર્થન મળ્યું છે. ખેડૂતોએ બેડી માર્કેટિંગ યાર્ડ બહાર વિરોધ નોંધાવ્યો છે. પાક વીમારૂપી બિરબલની ખીચડીની જેમ પાક વીમો ક્યારે પાકે છે તેને લઈને વિરોધ કરી રહ્યાં છે. જ્યાં સુધી પાક વીમો નહીં મળે ત્યા સુધી ખેડૂતો ઉપવાસ ચાલુ રાખશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
ખેડૂતોએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ‘આ બિરબલની ખીચડી સરકારે અમારી માટે બનાવી છે. ખીચડીની જગ્યાએ અમારો વીમો છે અને આગ છે તે સરકારની નીતિ છે. સરકારે નીતિ બનાવી તો દીધી પરંતુ વચ્ચે એવી સિસ્ટમ છે કે અમને તે વીમો મળતો જ નથી. ‘
સતત બીજા દિવસે ખેડૂતોએ ઉપવાસ ચાલુ રાખ્યા છે. ખેડૂતોને કપાસનો પાક વીમો નહીં મળતા રોષે ભરાયા છે. કપાસનો પાક વીમો ચૂકવવા માટે ભારતીય કિસાન સંઘે અનેક વખત રજૂઆત કરી હતી. આમ છતાં કોઈ નિરાકરણ નહીં આવતા ખેડૂતો રોષે ભરાયા હતાં. તેઓ એટલે કે ગુરૂવારથી ઉપવાસ પર ઉતર્યા છે. તેમણે ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે જ્યાં સુધી પાકવીમો નહીં મળે ત્યાં સુધી ખેડૂતો ઉપવાસ કરશે. આ ઉપરાંત ભાવાંતર યોજના લાગુ કરવા અને ચેકડેમ રિપેર કરવાની પણ માંગ કરી છે. ગુરૂવારે ખેડૂતો બહુમાળી ભવન ચોક ખાતે ભેગા થઇને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ ખેડૂતોએ રેલી કાઢી કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY