માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવમાં ૫૦થી ૧૦૦ રૂપિયાનો ઘટાડો, ખેડૂતોમાં રોષ

0
84

રાજકોટ,તા.૨૬
રાજકોટ બેડી માર્કેટીંગ યાર્ડમાં નવી મગફળીની આવક શરૂ થઇ ગઇ છે. પરંતુ એક જ દિવસમાં મગફળીના ભાવમાં તોતિંગ ઘટાડો જોવા મળ્યો છે. એક મણ મગફળીના ભાવમાં ૫૦થી ૧૦૦ રૂપિયાનો ઘટાડો નોંધાતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. મણના ભાવ ૧૨૦૦થી ૧૨૫૯ રૂપિયા હતા. આજે એક જ દિવસમાં ૧૧૦૦થી ૧૧૫૦ રૂપિયા બોલાયા હતા.
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા થોડા દિવસથી હળવદ વિસ્તારની મગફળીની આવક થઇ રહી છે.ગોંડલ યાર્ડમાં પણ મગફળીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સરકારે આ વર્ષે મગફળીના ટેકાના ભાવ ૧૦૧૮ નક્કી કર્યા છે. સરકાર ૧૨૦૦ રૂપિયા મગફળીના ભાવ જાહેર કરે તેવી ખેડૂતોની માગણી છે.
રાજકોટ યાર્ડમાં આજે ૭ હજાર ગુણી મગફળીની આવક થઇ છે. ખેડૂતોને માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવ કરતા ઉંચા ભાવ મળી રહ્યા છે. સરેરાશ ૧ હજારથી ૧૩૦૦ ભાવે ગુણીનું વેચામ થઇ રહ્યું છે. સાર્વત્રિક વરસાદને લઇને આગામી સમયમાં પુષ્કળ પ્રમાણમાં મગફળીના ઉત્પાદનનું અનુમાન છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY