રાજકોટમાં ધીમી ધારે વરસાદ : બાબરામાં એક ઇંચ, ખાંભામાં ૨ ઇંચ વરસાદ

0
30
રાજકોટ,તા.૨૮
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. બાબરામાં ગત રાત્રે એક ઇંચ વરસાદ નોંધાયો હતો અને ફરી ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે વેરાવળ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી પાકને નુકસાન જવાની ભીતિ સેવાતા ખેડૂતોમાં ચિંતાનુ મોજુ પ્રસરી ગયું છે.
ખાંભામાં પવન સાથે વરસાદ પડતા તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા ખાંભા-ઉના સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યો હતો. ખાંભામાં રાત્રીના જ અવિરત વરસાદ ચાલું છે. આજે ૨ ઇંચ વરસાદ નોંધાયો છે. રોડ-રસ્તા પર પાણી ભરાયા છે. પવન સાથે વરસાદ પડતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે.
વરસાદને કારણે ખાંભાના ભગવતીપરા વિસ્તારમાં કાનાભાઇ ગભાઇ ચૌહાણ નામના રહીશની દીવાલ ધરાશાયી થિ હતી. દીવાલ પડતા પરિવારના સભ્યોમાં દોડધામ મચી ગઇ હતી. આજુબાજુના લોકો મદદે દોડયા હતા. દીવાલ પડવાના કારણે કોઇ જાનહાનિ સર્જાઇ નહોતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY